અંબાજી દર્શન કરી પરત ફરતા ભક્તોને નડ્યો અકસ્માત: લક્ઝરી બસનાં ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા 4ના મોત; જુઓ દર્દનાક તસવીરો

ગુજરાતમાંથી અકસ્માતોની ઘટના સામે આવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. ખેડાના કઠલાલનાં ભક્તો અંબાજી માતાનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ત્રિશુલિયા ઘાટ પર લક્ઝરી બસનાં ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો અને ચાર લોકોના મોત નીપજ્યા, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા પાલનપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવો દાવો કરાઈ રહ્યો છે કે બસનો ડ્રાઈવર નશામાં ચલાવી રહ્યો હોઇ શકે છે. હજુ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લક્ઝરી બસમાં 50થી વધુ મુસાફરો હતા, જેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઈડરની રેલિંગ તૂટી ગઇ હતી.

જો કે પ્રોટેક્શન વોલને કારણે મોટાભાગનાં મુસાફરોના જીવ બચી ગયા હતા. બસ ખીણમાં ખાબકી શકી હોત, પરંતુ મોટી દુર્ઘટના ટળી. જણાવી દઇએ કે, વર્ષ 2019માં 8 જૂને ત્રિશૂળિયા ઘાટ પર એક ગંભીર અકસ્માત થયો હતો અને આ ગોઝારા અકસ્માતમાં 8 મહિલા સહિત કૂલ 9 લોકોના મોત નીપજ્યા હતા.

એક પરિવાર અંબાજી-દાંતા હાઈવે પર વડગામના ભલગામનો અંતરશાહ પીરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે સમયે દાંતા પાસેના ત્રિશૂળિયા ઘાટના હનુમાન મંદિરના વળાંક પર સાંજે 6 વાગ્યે ગંભીર દુર્ઘટના ઘટી અને જીપની બ્રેક અચાનક ફેલ થઇ જતા સામેથી આવતા બાઈક ચાલકને બચાવવા જતા જીપ પલટી ખાઈ ગઈ હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!