ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ઓવરસ્પિડને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે. જેમાં એક કારચાલકે ધસમસતી કાર હોટેલમાં ઘૂસાડી દીધી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. જેમાં, બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલા તંબુમાં કાર ઘુસી ગઈ હતી. તંબુમાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ આ બેકાબૂ કાર ધસી આવી હતી. તંબુમાં ધસમસતી કાર ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લક્ઝરિયસ કાર અચાનક ઘૂસી જતાં નાસ્તો કરી રહેલા લોકોમાં નાશભાગ મચી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર લોકો હોટલમાં જમી રહ્યા હતા તે દરમિયાન પાછળથી એક કાર સીધી જ ઘૂસી જાય છે. હોટલના માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કારચાલક કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે રસ્તાના બાજુમાં આવેલા તંબુમાં ઘુસી ગઈ હતી. જ્યાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં કાર સીધી જ હોટલમાં ઘૂસી ગઈ….. pic.twitter.com/yRlpBYvSOM
— Jay Bhatt (@JayBhattvtv) December 10, 2024