વડોદરામાં ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં મોપેડ પર સવાર યુવતિનું મોત…ટાયર ફાટતાં અવાજથી ગભરાઇ અને કાબૂ ગુમાવ્યા બાદ મોપેડ ડિવાઇડરમાં અથડાયુ

વડોદરાના ફતેહગંજ પંડ્યા બ્રિજ પર ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, એક યુવતીનું મોત, જાણો અંદરની વિગત

Vadodara Accident Between Dumper & Car : ગુજરાતમાંથી અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત થયો. પોલીટેકનીક કોલેજ પાસેના શાસ્ત્રી બ્રિજ પર સમી સાંજે હરણીથી અટલાદરા જતા ડમ્પર ચાલકને ઓવરટેક કરવા જતી કાર ડિવાઇડરને અથડાઇ અને કારને બચાવવા જતાં ડમ્પરનું ટાયર ડિવાઇડરમાં અડીને ફાટ્યુ, જેને કારણે પ્રચંડ ધડાકો થયો અને આ અવાજથી ગભરાયેલી એકટિવા સવાર યુવતીઓ ડિવાઈડરમાં અથડાઇ.

ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતને પગલે મોપેડ સવાર યુવતિનું થયુ મોત
આ ઘટનાને પગલે યુવતિઓને ગંભીર ઇજા પહોંચી હતી અને બંને યુવતિને SSG લઇ જવાઇ, જ્યાં એક યુવતીનું મોત થયુ. જો કે, આ અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો હતો. ડમ્પર શાસ્ત્રી બ્રિજ પરથી હરણીથી અટલાદરા જઇ રહ્યુ હતુ ત્યારે જ કારે ડમ્પરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો પણ કાર ડીવાઈડર પર ચઢી ગઇ અને ડમ્પર ચાલકે કારને બચાવવા જતા ડમ્પરનું ટાયર ઘસાયુ અને ફાટયું.

ડમ્પરનું ટાયર ફાટતા મોપેડ ચાલક યુવતિએ ગભરાઇને કાબૂ ગુમાવ્યો
ત્યારે પ્રચંડ ધડાકાને પગલે એકટિવા પર સવાર યુવતિ ગભરાતા કાબુ ગુમાવ્યો અને એક્ટિવા ડિવાઇડર સાથે અથડાયુ. જેને પગલે હેતા જોશી અને ખુશ્બુ કોઠારી બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં હેતા જોશીનું મોત નિપજયું. અકસ્માતને પગલે શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને વાહનચાલકો પણ અટવાઈ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને ટ્રાફિક હળવો કર્યો.

કારચાલકને બચાવવા જતા ફાટ્યુ ડમ્પરનું ટાયર
હેતા જોશી વારસિયામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી હતી અને ખુશ્બુ કોઠારી કારેલીબાગની સૂર્ય દર્શન સોસાયટીમાં રહે છે. બંને યુવતિઓ નાનપણથી મિત્ર છે અને હાલમાં ITનો અભ્યાસ કરે છે. દીકરીના મોત બાદ હેતાની માતાએ જણાવ્યું કે મેં મારી એકની એક લક્ષ્મી ગુમાવી. ઉલ્લેખનીય છે કે હાલ તો પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. ડમ્પર ચાલકે કહ્યું કે, હું હરણીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે પંડ્યા બ્રિજ નજીક એક કાકા કાર લઈને પાછળથી આવ્યા અને તેઓએ મને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો પણ હું તમને બચાવવા માંગતો હતો, મારા ડમ્પરનું ટાયર ફાટ્યું હતું અને તેને કારણે ત્યાંથી પસાર થતી યુવતીઓ એકટિવા પરથી પડી ગઇ.

Shah Jina