અકસ્માતોની સતત વણઝાર, વલસાડમાં એસ.ટી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતાં 10થી વધુ લોકો ઘાયલ

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડમાં મુસાફરો ભરેલી એસ.ટી બસ અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ધરમપુરથી એસ.ટી બસ વાપી તરફ આવી રહી હતી. ત્યારે, કપરાડાના વાજવડ ગામ નજીકથી પસાર થઈ રહેલી આ બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

વલસાડ જિલ્લાના કપરાડાના વાજવડ ગામ નજીક એસ.ટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત મુજબ ધરમપુરથી એસ.ટી બસ વાપી તરફ આવી રહી હતી. ત્યારે કપરાડાના વાજવડ ગામ નજીકથી પસાર થઈ રહેલી આ બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા.

ઇજાગ્રસ્તોમાં એસટી બસના ડ્રાઇવર અને ઇકો કારના ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.ત્યારબાદ જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

Twinkle