ખબર

ઔરૈયા અકસ્માતમાં 1 કપ ચા એ જિંદગી અને મોતનો પાડી દીધો ખેલ, જોવા મળ્યા આંખ ભીંજાય જાય તેવા દ્રશ્ય

હાલ લોકડાઉંન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે પરપ્રાંતીય મજૂંરોને તેના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેના કારણે મજૂરો અને તેના પરિવારજનો પર દુઃખપહાડ તૂટી પડયો છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક ટ્રક બીજા ટ્રકને અથડાઇ. આ અકસ્માતમાં 24 મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ તમામ રાજસ્થાનથી આવી રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર હચમચી ગયું છે. આનન-ફાનન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ અને રાહત અને બચાવ કામ શરૂ કરી દીધું છે.

વચ્ચે માહિતી મળી રહી છે કે, કાળજું કંપાવતો આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂર ડીસીએમ રોકીને ચાર પી રહ્યા હતા. કહેવાય છે કે આ અકસ્માતમાં મજૂરોની સંખ્યા કયાંય વધુ થાત જો ચા પીવા નીચે ઉતર્યા ના હોત તો.

સવાર થતા પહેલાં જ કેટલાંક મજૂરો ચા પીવા માટે કદાચ નીચે ઉતરી ગયા. રસ્તાના કિનારે ઉભેલા ડીસીએમને ટ્રકે એ સમયે ટક્કર મારી જ્યારે કેટલાંક મજૂર બાજુના એક ઢાબામાં ચા પી રહ્યા હતા. મૃતકોમાંથી મોટાભાગના મજૂર ટક્કર મારેલ ટ્રકમાં સવાર હતા. કહેવાય છે કે કેટલાંય મજૂર ઉંઘમાં જ મોતને ભેટી ગયા.

આ ઘટના બાદ એસપી ઔરૈયાએ કહ્યું કે ઘટના સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતનો ભોગ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મજૂરો બન્યા છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: