ઇમરાન હાશ્મી સાથે એકથી એક ચડિયાતા બોલ્ડ સીન આપનાર અભિનેત્રીનો મંદિરે જતી વખતે થયો અકસ્માત, તસવીરો જોઈને ફેન્સે ટેંશન ચડ્યું

થોડા દિવસો પહેલા મલાઈકા અરોરાની કારનો અકસ્માત થયો હતો અને તેને ટાંકા પણ આવ્યા હતા. ત્યાં હવે અહેવાલ છે કે તનુશ્રી દત્તાનો પણ અકસ્માત થયો છે. એક સમયે બોલિવૂડમાં પોતાની સુંદરતાની ધૂમ મચાવનાર તનુશ્રી દત્તા તાજેતરમાં જ અકસ્માત શિકાર થઇ હતી. તનુશ્રી દત્તા એક સમયે જાણીતું નામ હતું પરંતુ સમયની સાથે તેણે બોલિવૂડથી દૂરી બનાવી લીધી હતી પરંતુ તે હજુ પણ સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર નથી અને હાલમાં જ તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના અકસ્માતની જાણકારી આપી હતી. તનુશ્રી દત્તા મહાકાલના દર્શન કરવા જતા અકસ્માતનો ભોગ બની હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માત વિશે જણાવ્યું છે.

તનુશ્રી ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જઈ રહી હતી અને તે દરમિયાન અકસ્માત થયો હતો. તેના પગમાં ઈજા થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે મંદિરમાં દર્શન કરતી વખતે તેના પગ પર ઈજાના નિશાન પણ દર્શાવ્યા છે. તેણે ફોટા શેર કર્યા અને જણાવ્યું કે તેનો અકસ્માત કેવી રીતે થયો. આ સાથે તેણે એમ પણ લખ્યું કે તે અકસ્માત છતાં મહાકાલના દર્શન કરી શકી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે તનુશ્રીના કપાળ પર ચંદનનું તિલક લગાવેલુ જોવા મળી રહ્યુ છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે રસ્તામાં તેની કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તેનો અકસ્માત થયો હતો. ફોટો શેર કરતાં તેણે લખ્યું- આજનો દિવસ ઘણો સાહસનો રહ્યો. આખરે હું મહાકાલના દર્શન માટે પહોંચી. મંદિર તરફ જતા રસ્તામાં એક વિચિત્ર ઘટના બની. બ્રેક ફેલ થતાં કાર અથડાઈ, થોડા ટાંકા આવ્યા છે..જય શ્રી મહાકાલ. તમને જણાવી દઈએ કે તનુશ્રીએ મહાકાલના દર્શનના ફોટાની સાથે પગમાં ઈજાનો ફોટો પણ શેર કર્યો હતો. ફોટોમાં જોઈ શકાય છે કે તેના એક પગના ઘૂંટણમાં ખૂબ જ ઈજા થઈ છે.

તમને જણાવી દઈએ કે સિલ્વર સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસનો જલવો દેખાડી રહેલી ચૂકેલી અભિનેત્રી તનુશ્રી દત્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બોલિવૂડમાં તે તેની બોલ્ડનેસ દેખાડીને સફળતા મેળવી શકી નથી. તે પછી અચાનક તે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ. 2018માં તનુશ્રીએ ઘણી લાઇમલાઇટ મેળવી જ્યારે તેણે મી ટૂ ઝુંબેશ દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી વાસ્તવિકતા સામે લાવી. તેણે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોના નામ લઈને છેડતી અને સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Shah Jina