સુરેન્દ્રનગરમાં રોંગ સાઈડમાં આવતી સ્કોર્પિયોએ દંપતિ અને બાળકને ઉલાળ્યા, બાળક તરફડીયા મારી મારીને મૃત્યુ પામ્યો

બાળકનું મૃત્યુ,ચારેબાજુ ચીસાચીસ થઇ ગઈ … સ્કોર્પીયોએ બાઈક પર આવતા પતિ-પત્ની અને દીકરાને ફૂટબોલની જેમ ફંગોળાયા, તસવીરો વાયરલ

ગુજરાતમાં દિવસને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે. ઘણીવાર ઝડપભેર વાહનોને કારણે તો ઘણીવાર રોંગ સાઇડ આવતા વાહનોને કારણે અકસ્માત થતા હોય છે. આવા અકસ્માતમાં ઘણીવાર આખે આખો પરિવાર હોમાઇ જતો હોય છે, તો ઘણીવાર પરિવારના એકના એક દીકરાનું મોત થતુ હોય છે અથવા તો કોઇ બાળક તેના માતા કે પિતા ગુમાવતુ હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો, જેમાં એક દંપતી અને તેમના બાળકનો મંગળવારના રોજ અકસ્માત થયો અને આ અકસ્માતમાં બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ. આ અકસ્માત સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે થયો હતો.

દંપતી ઘાયલ હોવાને કારણે તેમને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને જોતાં જ રાહદારીઓના ટોળે ટોળાં મદદ માટે આવી ગયા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. રોંગ સાઇડમાં સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

જણાવી દઇએ કે,સ્કોર્પિયો કાર પર ભાજપ મહામંત્રીનું બોર્ડ લગાવેલું હતું. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલા-થાનગઢ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દંપતિ અને તેમનો બાળક બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાય હતો. જેમાં બાઈક ચાલકનો પગ ફસાઈ જતા પગ કપાઈ ગયો હતો. બાળકને સારવાર મળે એ પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રનું મોત થતા પરિવાર પર પણ આભ તૂટી પડ્યું હતું.

ચોટીલામાં પુત્રનું એડમિશન લઈ બાઇકમાં પરત ફરી રહેલા પરિવારને ચોટીલા પાસે કાર ચાલકે હડફેટે લીધી હતી અને આ દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. જ્યારે દંપતીને ગંભીર ઇજા થઇ હોવાને કારણે રાજકોટ સિવિલ ખસેડાયા હતા. ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતાં શિક્ષક મુકેશભાઈ ચાવડા તેમના પત્ની ભાવનાબેન અને પુત્ર રચિત સાથે ચોટીલા નજીક નાવાગામમાં આવેલી સેન્ટમેરી સ્કુલમાં રચીતનું એડમીશન કરાવી પરત ફરી રહ્યા હતા

અને આ દરમિયાન જ નવાગામ પાસે સામે રોંગ ​​​​​​​સાઇડથી પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે તેમને હડફેટે લીધા હતા. બાઈકમાં સવાર ત્રણેય ફૂટબોલના દડાની માફક ફંગોળાયા હતા અને રોડ પર પટકાયા હતા. મૃતક રચિતના પિતા મુકેશભાઈ સાયલાના ઇશ્વરીયા ગામની શાળામાં આચાર્ય છે.

Shah Jina