“લાંચના રૂપિયા આવતા ગયા અને…” રાજકોટઅગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાં દરોડા, 5 કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળ્યું

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

5 કરોડ રોકડા, 15 કિલો સોનુ અને કરોડોની સંપત્તિ, રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની કુંડળી આવી સામે, લાંચ લઈને આવક કરતા કેટલાય ઘણી મોટી રકમ ભેગી કરી હતી.. જુઓ

ACB raid Sagthiya office  : રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસે આ મામલે ટીપીઓ સાગઠીયાની પણ ધરપકડ કરી છે અને તેની પણ પુછપરછ ચાલી રહી છે, ત્યારે આ મામલે હાલ એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે, સાગઠીયાએ ભ્રષ્ટચાર કરીને કરોડો  રૂપિયાની સંપત્તિ ભેગી કરી હોવાનો પણ ખુલાસો થયો છે.  ગતરોજ ACBની ટીમ દ્વારા સાગઠીયાની ઓફિસનું સીલ ખોલવામાં આવ્યું, જેમાં એસીબીને મોટો ખજાનો મળી આવ્યો.

એસીબીની તપાસ દરમિયાન ટીમને ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો જેટલું સોનુ મળી આવતા જપ્ત કરવામાં આવ્યું હતું. આ દરોડા સાગઠીયા પર લાગેલા ભ્રષ્ટચારના આરોપને લઈને કરવામાં આવ્યા હતા. પુછરપચ દરમિયાન સાગઠીયાએ જણાવ્યું કે જેમ જેમ લાંચની રકમ આવતી ગઈ તેમ તેમ સોનુ ખરીદતો ગયો. ત્યારે સાગઠીયાને કોણે કોણે નાણાં ચૂકવ્યા તેને લઈ હજુ પણ તે મૌન છે. સાગઠીયાના બેંક એકાઉન્ટની તપાસ પણ હજુ કરવાની બાકી છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ રાજકોટના ગેમ ઝોનમાં થયેલા વિસ્ફોટના મુખ્ય આરોપી એમ.ડી. સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.  આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel