સુંદર યુવતીએ AC મિકેનિકને હોટલમાં બોલાવીને માણ્યું સુખ, પછી સતત 3 દિવસ સુધી રૂમની અંદર….

દેશભરમાંથી અવાર નવાર હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર યુવતિઓ તેમની ગેંગ સાથે મળી કે પરિવાર કે પતિ સાથે મળી કેટલાક યુવકો અથવા આધેડને પોતાની જાળમાં ફસાવી તેમના કેટલાક વીડિયો કે તસવીરો ક્લિક કરી તેમને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી પૈસા પડાવતી હોય છે. ત્યારે હાલ હનીટ્રેપનો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક AC મિકેનિકને હનીટ્રેપમાં ફાસવી તેને કિડનેપ કરવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલિસે આ વિશે જાણકારી આપતા જણાવ્યુ કે, મહિલા એક ગેંગમાં સામેલ છે, જેના 4 અન્ય સભ્યોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.

આરોપી મહિલાનું નામ નિલમ ઉર્ફે તન્નૂ શર્મા છે. પોલિસે જણાવ્યુ કે, ચોરીનો એક મોબાઇલ ફોન, સોનાની ચેન, પર્સ, એટીએમ કાર્ડ, આઇપોડ, સિમ કાર્ડ અને અપરાધમાં ઉપયોગ કરનાર બોલેરો એસયુવી જપ્ત કરવામાં આવી છે. પોલિસે બધા પાંચ આરોપીઓને શનિવારના રોજ શહેરની એક અદાલતમાં પેશ કર્યા હતા અને તેમને કોર્ટ દ્વારા ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. પોલિસે આ પહેલા જયપુર નિવાસી દિનેશ ચૌધરી ઉર્ફ શુભમ અને મહેન્દ્રગઢ જિલ્લાના અટેલી નિવાસી નિતિનની ધરપકડ કરી હતી. પોલિસે જણાવ્યુ કે, વધુ બે આરોપી આશીષ ઉર્ફ આશુ અને અક્ષય ભટ્ટની શુક્રવારે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન ખબર પડી કે દિનેશ ચૌધરીએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને હનીટ્રેપમાં ફસાવવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. ચૌધરી તાજેતરમાં જયપુર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, જ્યાં તે હત્યાના પ્રયાસના કેસમાં બંધ હતો. ચૌધરીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેની બેરેકમાં રહેલા અન્ય કેદી પાસેથી આઈડિયા લઈને જેલની અંદર આવી ઘટનાને અંજામ આપવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. હનીટ્રેપ કેસના ઈન્વેસ્ટિંગ ઓફિસર સબ ઈન્સ્પેક્ટર સિંહે જણાવ્યું કે ચૌધરી હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને અપહરણના કેસમાં સામેલ છે.

હનીટ્રેપ અને અપહરણનો ભોગ બનેલ એર-કન્ડિશન મિકેનિકને આરોપી મહિલા નીલમ દ્વારા 5 જૂને સેક્ટર-29ની એક હોટલમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા બંને વચ્ચે સંપર્ક થયો હતો. જ્યારે મિકેનિક ત્યાં ગયો ત્યારે તેને ગેંગના બાકીના લોકોએ કથિત રીતે મહિલા સાથે સંબંધ બાંધવા માટે કહ્યું હતું અને તેને બ્લેકમેઇલ કરવા માટે આ કૃત્ય પણ ફિલ્માવવામાં આવ્યુ હતું. 3 દિવસ સુધી બંધક બનાવ્યા બાદ મિકેનિક કોઈક રીતે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને પોલીસને ટોળકી વિશે જાણ કરી. જણાવી દઇએ કે,આ કિસ્સો હરિયાણાના ગુરુગ્રામથી સામે આવ્યો હતો.

Shah Jina