ખબર

પત્ની સાથે થયો ઝઘડો તો પતિએ લીધી મિત્રની મદદ, પણ સમાધાનના નામે મિત્રએ પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

નરોડામાં પાડોશીમાં રહેતા પતિના મિત્ર સાથે પત્ની સોમનાથ સહીત અલગ અલગ હોટેલમાં લઇ ગયો, શરીર સુખ માણ્યું, ઝઘડામાં મિત્રની મદદ લેવી યુવકને ભારે પડી, સમાધાનના નામે…

Married woman raped on the pretext of reconciliation: ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને છેલ્લા ઘણા સમયથી પતિ સાથે ઝઘડાથતા હોવાથી પરિણીતાને સમજાવવા માટે પતિ તેના મિત્રને અવાર નવાર કહેતો પણ આ વાતનો ફાયદો ઉઠાવી પતિના મિત્રએ પરિણીતા સાથે નિકટતા કેળવી અને પ્રેમમાં ફસાવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

તે બાદ પરિણીતાને પિયર જવાનું બહાનુ કઢાવી આરોપી સોમનાથ સહિતની અલગ અલગ જગ્યાએ લઇ ગયો અને પતિ સાથે સમાધાન કરાવી આપવાનું કહી આરોપીએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો. જો કે, પરિણીતા જ્યારે તેના ઘરેથી ભાગી ત્યારે પોલીસને જાણ કરાઇ પણ બાદમાં તે થોડા દિવસ રહીને પરત આવી ત્યારે તેણે પોલીસ સમક્ષ પણ આરોપીના કહેવાથી ખોટુ નિવેદન પણ લખાવ્યુ હતું. પરંતુ પરિણીતાએ ઘરે જઇને મિત્ર દ્વારા કરાયેલા કૃત્યની જાણ કરતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પરિણીતાના પતિએ ગુમ થયાની કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને પછી થોડા દિવસમાં પરિણીતા પોલીસ સમક્ષ હાજર થઇ હતી. તેણે તે સમયે એવું નિવેદન આપ્યુ હતુ કે તેના પતિના ત્રાસથી કંટાળી અને પતિના મારથી કંટાળી તે ઘર છોડી જતી રહી હતી. પણ ઘરે ગયા પછી પરિણીતાએ પતિને હકિકત જણાવી. પરણિતાએ જણાવ્યુ કે પાડોશમાં રહેતા પતિના મિત્રએ તેની સાથે શારીરીક સંબંધ બાધ્યા.

જ્યારે જ્યારે બંને વચ્ચે ઝઘડા થતા ત્યારે પરિણીતાનો પતિ તેના આ મિત્રને બોલાવતો અને પત્નીને સમજાવવા કહેતો. પતિનો મિત્ર પરિણીતાને ફોન કરીને કાયમ પતિના વિરુદ્ધમાં ચઢામણી કરતો. એક મહિના પહેલા મિત્રએ પરિણીતાને સોમનાથ આવવાનું કહ્યુ તો પરિણીતાએ ના પાડી, જેથી આરોપીએ પતિ સાથે સમાધાન કરાવાની લાલચ આપી તો પણ પરિણીતાના ના પાડવા છત્તાં તેણે બાળકોને મારી નાખવાની ધમકી આપી. જેને લઇને પરિણીતા આરોપીના તાબે થઇ ગઇ અને પિયર જવાનું કહી આરોપી સાથે સોમાનાથ ખાતે ગઇ હતી.

જો કે, આ દરમિયાન આરોપીએ એક હોટલમા શારીરિક સંબંધ બાંધવા માટે છોકરાઓને મારી નાખવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને પછી બીજી હોટલમાં દૂષ્કર્મ ગુજાર્યું. બાદમાં આરોપી પરિણીતાને તેના ગઢડા ખાતેના પીયર મુકી ગયો હતો અને ત્યાંથી પરિણીતા આરોપી સાથે અમદાવાદ પરત આવી હતી. આરોપીએ અમદાવાદ આવ્યા પછી પણ પરિણીતાને એરપોર્ટ પાસેની એક હોટલમાં રાખી અને ત્યાં તે આખો દિવસ એકલી રહેતી અને રાત્રે આરોપી આવીને બળાત્કાર ગુજારતો. જો કે, આ વાત કોઇને ના કહેવાનું કહી તે બાળકોને મારી નાખવાની ધમકી આપતો.