અમદાવાદમાં 10માં માળેથી માસુમ બાળકને નીચે ફેંકી દેનારી કુંવારી માતાના સંબંધોમાં થયો નવો ખુલાસો, યુવતીએ વિદેશ ગઈ ત્યારે….

અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ચાંદખેડા વિસ્તારની અંદર એક નવજાત બાળકીને 10માં માળેથી ફેંકી દઈને તેની જ સગી માટે હત્યા કરી હતી. જે મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો તે કુંવારી માતા બની હતી અને તેણે સ્વીકાર્યું છે કે વિદેશમાં પ્રેમી સાથે તેનો શારિરિક સંબંધ હતો અને 2 વાર તેમના વચ્ચે આ પ્રમાણે સંબંધ બંધાયો હતો.

આ મામલે પોલીસે કુંવારી માતાની ધરપકડ કરીને સારવાર માટે મોકલી આપી હતી. હત્યારી માતાએ નવજાત બાળકને જન્મ આપ્યાના ગણતરીના સમયમાં જ તેને દસમા માળેથી નીચે ફેકી દીધી હતી. યુવતી હાલમાં જ વિદેશથી આવી હતી અને તેના વિદેશમાં રહેતા પ્રેમી સાથે તેના સંબંધો બંધાયા હતા અને તે ભારત પોતાના પરિવાર પાસે આવી ત્યારે તેને પોતે ગર્ભવતી હોવાનું જાણ થયું હતું.

ત્યારે હવે યુવતીએ પોલીસ સમક્ષ મહત્વના ખુલાસા પણ કર્યા છે. તેને જણાવ્યું કે તેને તેના વિદેશમાં રહેતા પ્રેમી સાથે બે વાર સંબંધો બંધાયા હતા. જેના બાદ ભારત પોતાના પરિવાર સાથે આવીને કુંવારી માતા બનેલી યુવતીએ બાળકને જન્મ આપ્યો અને જન્મ આપ્યાના ગણતરીના સમયમાં જ તેને 10માં માળેથી નીચે નાખી દીધું હતું. યુવતીએ એવો પણ ખુલાસો કર્યો કે તે ગર્ભ પાડવા માટે વિવિધ દવાઓ પણ લેતી હતી.

યુવતીએ પોતાનો ગુન્હો કબુલતા જણાવ્યું કે તેને નવજાતને ગર્ભનાળ સાથે જ મોતને ઘાટ ઉતારી દીધું હતું. ગર્ભનાળ સાથે બાળક 10માં માળેથી નીચે પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને યુવતીએ પણ સ્વીકારી લીધું કે તે વિદેશમાં હતી ત્યારે તેની મરજીથી જ પ્રેમી સાથે રહેતી હતી અને સંબંધો પણ બાંધ્યા હતા. યુવતી ગર્ભવતી થયા બાદ ભારત આવી અને સમાજના ડરથી તેને આ જઘન્ય કૃત્ય કર્યું હોવાનું પણ સામે આવ્યું.

Niraj Patel