મનોરંજન

રજનીકાંતથી લઈને કટ્ટપ્પા સુધીની અભિનેતાઓની દીકરીઓ છે ખુબ જ સુંદર, ફિલ્મોથી રહે છે દૂર, જુઓ તસવીરો

આપણે દેશમાં બોલીવુડની ફિલ્મો જે રીતે જોવાય છે એ જ રીતે સાઉથની ફિલ્મોનો પણ એક મોટો ચાહકવર્ગ છે. સાઉથના અભિનેતાઓ પણ દર્શકોની પહેલી પસંદ છે અને એમાં પણ સુપરસ્ટાર રજનીકાંત તો ભગવાનની જેમ પૂજાય છે. આજે આપણે આવા જ સાઉથના ખ્યાતનામ અભિનેતાઓની નહિ પરંતુ તેમની સુંદર દીકરીઓની વાત કરીશું જે દેખાવમાં કોઈ સુંદર અભિનેત્રી કરતા કમ નથી છતાં પણ તે ફિલ્મોથી દૂર રહે છે.

Image Source

1.  ચિરંજીવીની દીકરીઓ સુષ્મિતા અને શ્રીજા:
સાઉથના સુપરસ્ટારમાં ચિરંજીવીનું નામ પણ મોખરે આવે. તેની દીકરીઓનું નામ સુષ્મિતા અને શ્રીજા છે. આ ઉપરાંત ચિરંજીવીને એક દીકરો પણ છે તે આજે સાઉથની ફિલ્મોનું એક મોટું નામ છે રામ ચરણ, પરંતુ ચિરંજીવીની દીકરીઓ સુષ્મિતા અને શ્રીજા ફિલ્મી દુનિયાથી ઘણી જ દૂર છે. અને આ બંને ખુબ જ સુંદર પણ છે.

Image Source

2. વિક્રમની દીકરી અક્ષિતા:
કિંગ, ધુલ, ડેવિડ અને આઇ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાઉથના એક મોટા અભિનેતા વિક્રમની દીકરી અક્ષિતા પણ ફિલ્મોથી ઘણી જ દૂર છે. તેના લગ્ન પણ મનુ રંજીત સાથે થઇ ગયા છે. વિક્રમનો દીકરો ધ્રુવ ક્રિષ્ણા સાઉથની ફિલ્મમોમાં જોવા મળે છે.

Image Source

3. સત્યરાજની દીકરી દિવ્યા:
સાઉથની સૌથી મોટી ફિલ્મ બાહુબલીમાં કટ્ટપાનો અભિનય કરનાર અભિનેતા સત્યરાજની દીકરી દિવ્યા પણ દેખાવમાં ખુબ જ સુંદર છે. તે છતાં પણ તે ફિલ્મોથી ઘણી જ દૂર છે. તે એક ન્યૂટ્રિશિયન છે. સત્યજિતનો દીકરો સિબિરાજ સાઉથની ફિલ્મમોનું એક મોટું નામ છે.

Image Source

4. મોહનલાલની દીકરી વિસ્મયા:
વિસ્મયા સાઉથના સુપરસ્ટાર  ઓળખાતા અભિનેતા મોહનલાલની દીકરી છે. તે પણ દેખાવમાં ખુબ જ સુંદર છે પરંતુ ફિલ્મોથી તે ઘણી જ દૂર છે. મોહનલાલનો દીકરો પ્રણવ સાઉથની ફિલ્મો સાથે જોડાયેલો છે.

Image Source

5. મમુટીની દીકરી કુટ્ટી સુરમી:
અભિનેતા મમુટીની દીકરી કુટ્ટી સુરમી પણ દેખાવમાં અભિનેત્રીઓને પણ માત આપે એવી છે તે છતાં પણ તે ફિલ્મોમાં નથી આવવા માંગતી. મમુટીનો દીકરો દુલકર સલમાન સાઉથ ઉપરાંત બોલીવુડની ફિલ્મોમાં પણ નજર આવી ચુક્યો છે.

Image Source

6. રજનીકાંતની દીકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા:
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની બે દીકરીઓ છે ઐશ્વર્યા અને સૌન્દર્યા, આ બંને ફિલ્મોથી ઘણી જ દૂર છે. આ બનેંના લગ્ન પણ થઇ ગયા છે. સૌંદર્યાના લગ્ન ઉદ્યોગતિ વીશગન વનાંગામુડી અને ઐશ્વર્યાના લગ્ન સાઉથના હાલના સુપરસ્ટાર ધનુષ સાથે થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.