મનોરંજન

OMG! બાપ રે આ હિરોનું શુટિંગ દરમિયાન તડપી તડપીને થયું’તું મૃત્યુ, સેટ પર સૌનું કાળજું કંપી ઉઠ્યું

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાક કલાકારો છે કે જે ઓફબીટ પાત્ર ભજવે છે અને તેમના દમદાર અભિનયથી લોકોના દિલમાં છાપ છોડી જાય છે. આવા કલાકારોના નામ સામાન્ય રીતે લોકોને યાદ નથી રહેતા પણ તેમને ભજવેલા પાત્રને કારણે તેમને લોકો યાદ રાખે છે. ત્યારે આજે વાત કરીએ આવા જ એક અભિનેતા જેમનું નામ છે, રાજેશ વિવેક.

Image Source

તેમના સાચા નામ પરથી તમને કદાચ જ આ અભિનેતા યાદ આવશે પણ જો એમ કહું કે આમિર ખાનની ફિલ્મ લગાનમાં તેમને જ્યોતિષી ગુરનની ભૂમિકા ભજવી હતી, તો બધાને જ તેમનો ચહેરો યાદ આવી જશો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ રહી ચૂક્યું છે રાજેશ વિવેક. તેમના મૃત્યુ બાદ આજે પણ લોકોને તેમને ભજવેલી જુદી જુદી ભૂમિકાઓ યાદ છે.

Image Source

જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં 31 જાન્યુઆરી 1949ના રોજ જન્મેલા રાજેશે જૌનપુરથી એમએ કર્યું અને પછી દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી થિયેટરની તાલીમ લીધી. તેઓ મૂળરૂપથી થિયેટર અભિનેતા હતા.

Image Source

રાજેશે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ જુનૂનથી કરી હતી આ પછી તેઓએ સિરિયલ મહાભારતમાં શ્રી વેદવ્યાસની ભૂમિકાથી શરુ કરી હતી. આ પછી તો તેમને ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે.

Image Source

મહાભારત સિવાય નાના પડદા પર અઘોરી, ભારત એક ખોજ જેવી સીરિયલમાં પણ તેમને પોતાની છાપ છોડી હતી. આ સિવાય તેમને મોટા પડદાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

હોરર ફિલ્મ વિરાનામાં રાજેશ વિવેકે વૃદ્ધ તાંત્રિકની ભૂમિકા ભજવી હતી, જેમાં પણ તેમને નોંધનીય સફળતા મળી હતી. તેમને ફિલ્મ લગાનમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય શાહરુખ ખાન સ્ટાર ફિલ્મ સ્વદેશમાં તેમને એક ટપાલીની ભૂમિકા ભજવી હતી.

Image Source

રાજેશ વિવેકે બોલિવૂડની બીજી ફિલ્મો જેવી કે ત્રિદેવ, અગ્નિપથ, રામ તેરી ગંગા મેલી અને કચ્ચે ધાગે, બંટી ઓર બબલી, સન ઓફ સરદાર, ઢીંશ્ક્યાંઉ જેવી 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

રાજેશ વિવેકે પોતાના અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ છાપ બનાવી હતી. ડાકુ ફુલનદેવીના જીવન આધારિત ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં પણ તેમનો અભિનય નોંધનીય હતો. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને જમીનથી જોડાયેલો માણસ ગણતા હતા.

Image Source

અફસોસ કે આ જમીનથી જોડાયેલા અભિનેતા 16 જાન્યુઆરી 2016ના રોજ આ દુનિયાને અલવિદા કહી ગયા. તેઓ હૈદરાબાદમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહયા હતા.

Image Source

શૂટિંગ દરમ્યાન તેમને અચાનક જ છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડયો અને હાર્ટ એટેક આવ્યો અને 66 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. તેઓ એ સમયે એક દક્ષિણ ભારતીય ફિલ્મનું શૂટિંગ કરી રહયા હતા.

Image Source

એક અદના કલાકાર અભિનય જગતમાં કોઈ ન લઇ શકે એવી જગ્યા ખાલી કરીને આ દુનિયાથી જતા રહયા, તેમને અભિનયની એક નવી જ વ્યાખ્યા આપી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.