જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

હિંદુજા બ્રધર્સ: આ 4 ભાઈઓ ધારે તો આખા ઇંગ્લેન્ડને ચપટી વગાડતાં ખરીદી શકે!

હિંદુજા બ્રધર્સ! આ નામ હાલમાં ભારત પર 190 વર્ષની ગુલામીની બેડી કસનાર બ્રિટનમાં ધૂમ મચાવી રહ્યું છે. પ્રથમ તો આટલું જાણી લો કે, હિંદુજા ફેમિલી ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ દ્વિતીય પાસેથી આલિશાન કાર્ટલન હાઉસ ખરીદીને તેમાં રહે છે. બ્રિટનના સૌથી આલિશાન બકિંગહામ પેલેસના તેઓ પાડોશી છે. કારણ? એ જ કે, મૂળે ભારતનું આ ફેમિલી ઇંગ્લેન્ડનો સૌથી પૈસાદાર પરિવાર છે!

Image Source

હિંદુજા બ્રધર્સની ઇંગ્લેન્ડ પર હાક –

1914માં મુંબઈમાં હિંદુજા ગ્રુપની સ્થાપના થયેલી એ પછી તેણે ઇંગ્લેન્ડ જઈ પગદંડો જમાવ્યો. ચાર ભાઈઓનું આ ગ્રુપ છે: ગોપીચંદ હિંદુજા, શ્રીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા અને અશોક હિંદુજા. અનેક ક્ષેત્રોમાં આ ગ્રુપનો બહોળો વ્યાપ ફેલાયેલો છે. અઢળક કમાણી રળી આપતા તેમના વિશાળ વ્યાપી ધંધાએ પાછલાં વર્ષે તેમની સંપત્તિમાં 12 હજાર કરોડનો વધારો કરાવી આપેલ. હાલ એક અંદાજ મુજબ હિંદુજા બ્રધર્સની કુલ સંપત્તિ આશરે 2 લાખ કરોડ જેટલી છે. ઇંગ્લેન્ડના ધનપતિઓમાં હિંદુજા બ્રધર્સ પ્રથમ ક્રમાંકે આવે છે. જ્યારે મૂળે રાજસ્થાનના સ્ટીલરાજ લક્ષ્મી મિત્તલ 11મા સ્થાને છે.

Image Source

હિંદુજા બ્રધર્સનો વિવિધ સેક્ટરમાં વિશાળ ફેલાવો –

ગોપીચંદ હિંદુજાએ પોતાનો અભ્યાસ મુંબઈની જય હિન્દ કોલેજમાં ગ્રેજ્યુએશનના ધ્યેય સાથે પૂર્ણ કર્યો હતો. 1989માં તેમણે પોતાના ભાઈ શ્રીચંદ હિંદુજા સાથે ઇંગ્લેન્ડ જઈ વસવાટ કર્યો. તેમના ભાઈ પ્રકાશ હિંદુજા સ્વીટ્ઝરલેન્ડના જીનિવા ખાતે ગ્રુપનું નાણાકીય મેનેજનેન્ટ સંભાળે છે જ્યારે અશોક હિંદુજા ભારત ખાતે રહીને બિઝનેસ સંભાળે છે.

હિંદુજા ગ્રુપની કંપનીઓ:

  • અશોક લેલેન્ડ,
  • ગલ્ફ ઓઇલ,
  • હિંદુજા બેન્ક (સ્વીટ્ઝરલેન્ડ),
  • ઇન્ડસઇન્ડ બેન્ક,
  • હિંદુજા ગ્લોબલ સોલ્યૂશન્સ,
  • હિંદુજા TMT,
  • ડિફાયન્સ ટેક્નોલોજીસ લિમિટેડ,
  • પી.ડી.હિંદુજા હોસ્પિટલ
Image Source

આના સિવાય પણ ઘણી કંપનીઓ-એકમો હિંદુજા ગ્રુપની માલિકીના છે. ફાયનાન્સ, લક્ઝરી હોટેલો, મેડિકલ, ઓઇલ, ડિફેન્સ, વાહન, વીજળી સહિત અનેક ક્ષેત્રો તેમણે કવર કરી લીધાં છે. દુરોગામી દ્રષ્ટિના પરિણામે તેમની પ્રગતિ સતત થતી રહેલી છે.

વધુ એક વાત – બ્રિટનના ચર્ચિત વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ઓફિસ આજે હિંદુજા ગ્રુપનું દફ્તર બન્યું છે. ટૂંક સમયમાં હિંદુજા બ્રધર્સ તેને એક લક્ઝુરીયસ હોટેલમાં ફેરવી નાખવા માંગે છે.

Image Source

‘સારે જહાં સે અચ્છા, હિંદુજા હમારા!’

[નોલેજ સભર આર્ટીકલ આપના મિત્રો સાથે પણ શેર કરજો.]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks