વર્ષ 2015માં સલમાન ખાનની એક ફિલ્મ આવી હતી પ્રેમ રતન ધન પાયો, જેમાં તેની સાવકી બહેનોનું પાત્ર ભજવ્યું હતું સ્વરા ભાસ્કર અને આશિકા ભાટિયાએ. સ્વરા ભાસ્કર આજકાલ શું કરે છે એ તો જગજાહેર છે ત્યારે આજે વાત કરીએ સલમાન ખાનની આ ઓનસ્ક્રીન બહેન આશિક ભાટિયા વિશે.

20 વર્ષીય આશિકા ભાટિયા હાલમાં એક ભારતીય ટિક્ટોક સ્ટાર છે. તેનો જન્મ 15 ડિસેમ્બર 1999ના રોજ ગુજરાતના સુરતમાં એક હિન્દૂ પરિવારમાં થયો હતો.
View this post on Instagram
તેની માતાનું નામ મીનુ ભાટિયા અને પિતાનું નામ રાકેશ ભાટિયા છે. આશિકાના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા સુરતમાં એક સલૂન ચલાવે છે.
View this post on Instagram
આશિકાના માતાપિતા હવે એક સાથે નથી રહેતા અને તેમના છુટા પડયા બાદ આશિકા પોતાની માતા સાથે રહે છે. આશિકાનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ દેવ ભાટિયા છે.
View this post on Instagram
આશિકા ભાટિયા ટિક્ટોક સ્ટાર હોવાની સાથે જ એક મોડેલ, ફેશન બ્લોગર અને યુટ્યુબર પણ છે. અત્યાર સુધીમાં તેમની કેટલાક ટેલિવિઝન સીરિયલમાં બાળ કલાકાર તરીકે અને ઘણા વિજ્ઞાપનોમાં પણ કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોની સાથે તસવીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે.
View this post on Instagram
વાત કરીએ આશિકાની અભિનય કારકિર્દી વિશે તો તેને માત્ર 9 વર્ષની ઉંમરથી જ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેને મીરા સિરિયલમાં યુવા મીરાની ભૂમિકા ભજવીને લોકોનું દિલ જીતી લીધું હતું. આ શોમાં ઘર-ઘરમાં પ્રસિદ્ધિ પામેલી આશિકાએ આ પછી ક્યારેય પાછું વળીને નથી જોયું.
View this post on Instagram
આ સિવાય આશિકાએ ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે, જેમ કે શ્વેતા તિવારી સાથે તે ‘પરવરીશ – કુછ ખટ્ટી કુછ મીઠી’ નામની સીરિયલમાં ગિન્નીનું પાત્ર ભજવ્યું હતું, તો ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’માં નિક્કી દીક્ષિતની ભૂમિકા ભજવી હતી.

આ સિવાય તે ‘એક શ્રીંગાર – સ્વાભિમાન’માં પણ જોવા મળી હતી. આ સિવાય આશિકાએ ક્લિનિક પ્લસ અને બાદશાહ મસાલાની ટેલિવિઝન એડ પણ કરી છે.
View this post on Instagram
આશિકા ભાટિયાએ બોલિવૂડમાં પોતાની શરૂઆત સુરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’થી કરી હતી. આ ફિલ્મમાં તેને રાજકુમારી રાધિકાનું ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં તે સલમાન ખાનના પાત્રની સાવકી બહેન બની હતી.
આ ફિલ્મને લોકોની ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયા મળી અને તેના અભિનયના પણ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં આશિકાએ સલમાન ખાન, નીલ નીતિન મુકેશ, સોનમ કપૂર, અનુપમ ખેર, અરમાન કોહલી અને સ્વરા ભાસ્કર સાથે કામ કર્યું હતું. આ સિવાય આશિકાએ ગુમરાહના કેટલાક એપિસોડમાં પણ કામ કર્યું છે.

ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં ભલે આશિકા ખૂબ જ સાદી બતાવવામાં આવી હતી, પણ અસલ જીવનમાં આશિકા ખૂબ જ ગ્લેમરસ છે. તે અવારનવાર પોતાના ગ્લેમરસ અને સુંદર ફોટોઝ અને વિડિયોઝ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આશિકાની સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાની વાત કરીએ તો ટિક્ટોક પર તેના 13.5 મિલિયન ફોલોઅર્સ છે અને 4 મિલિયન લાઇક્સ છે. તેના ચાહકોએ જ તેને ભારતની ટિક્ટોક સ્ટાર બનાવી દીધી છે.

જો ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો એમાં પણ એ પાછળ નથી. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઇડ છે અને તેના 4 મિલિયન ફોલોઅર્સ છે.

જણાવી દઈએ કે આશિકા ડોગ લવર છે અને તેની પાસે એક પાલતુ કૂતરો પણ છે. એક વેબસાઈટ અનુસાર, આશિકાને પેઇન્ટિંગ કરવું, ટિક્ટોક વિડીયો બનાવવા, ડાન્સ અને ફોટો શૂટનો ખૂબ જ શોખ છે. ફરવા માટે લંડન તેની પસંદગીની જગ્યા છે અને તેને ચિકન બિરિયાની અને ચાઈનીઝ ફૂડ પસંદ છે.

કેટલીક અફવાઓ અનુસાર, આશિકા ટિક્ટોક સ્ટાર સાત્વિક સંક્યાનને ડેટ કરી રહી છે. બંને પોતપોતાના એકાઉન્ટ પર એકબીજાની સાથેની તસવીરો અને વિડિયોઝ શેર કરતા રહે છે. જો કે બેમાંથી એકે પણ પોતાના સંબંધો વિશે કોઈ જ કોમેન્ટ કરી નથી. બંને એકબીજાને પોતાના સૌથી સારા અને નજીકના મિત્રો માને છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.