દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે

સ્ત્રી માસિકધર્મ કલંક નહિ પરંતુ છે દેવોએ આપેલું વરદાન, જાણો માસિકધર્મની શરૂઆત પાછળનું રહસ્ય

મહિલાઓના માસિકધર્મને લઈને છેલ્લા કેટલાય સમયથી ઘણાં વિવાદો અને વિરોધો થયેલા જોવા મળ્યા છે, ઘણા લોકો માસિકધર્મને પાપ અથવા તો કલંક સમાન માનતા હોય છે, પરંતુ સ્ત્રીઓમાં માસિકધર્મ હોવાનું કારણ મોટાભાગના લોક્કો નથી જાણતા, બસ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઓને જ અનુસરીને પોતાના વિચારો અને પોતાની પરંપરાઓ નક્કી કરતા હોય છે.

Image Source

આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને ધર્મ પ્રધાન દેશ હોવાના કારણે કેટલીય રૂઢિઓ અને કેટલાય નિયમો વર્ષોથી ચાલ્યા આવ્યા છે. જોકે આજે આધુનિકતા તરફ લોકો વળ્યાં છે જેના કારણે કેટલીક રૂઢિઓ અને પરંપરાઓને આજની પેઢી બદલી પણ રહી છે છતાં પણ કેટલીક રૂઢિઓ તો હજુ પણ સમાજમાં રૂઢ થયેલી જ જોવા મળે છે. તેમાંથી જ એક છે સ્ત્રીનો માસિકધર્મ.

માસિકધર્મ દરમિયાન સ્ત્રી ઘરની સદસ્ય હોવા છતાં પણ અછૂત બની જાય છે. ઘરની અંદર જ તેની સાથે અછુતો જેવું વર્તન કરવાનું શરુ થાય છે. માસિકધર્મના દિવસો સુધી સ્ત્રીની આખી દિનચર્યા બદલાઈ જાય છે, ના તે કોઈ વસ્તુ કે વ્યક્તિને પસરશી શકે છે કે ના કોઈ કામ કરી શકે છે, રસોડામાં પ્રવેશ ઉપર પણ સ્ત્રીઓને પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. સુવા માટે પણ એક અલગ ઓરડી અને જમીન ઉપર જ પથારી કરી આપવામાં આવે છે.

Image Source

જો કે આજે ઘણા ખરા પરિવારોમાં આમ કરવામાં નથી આવતું તે છતાં પણ ઘણા લોકો હજુ આજ વાતમાં માનતા હોય છે અને એના કારણે જ થોડા દિવસ પહેલા જ જે વિવાદ વકર્યો હતો તેને મોટું રૂપ પણ ધારણ કરવું પડ્યું હતું. પરંતુ સ્ત્રીઓમાં માસિકધર્મની શરૂઆત કેવી રીતે થઇ એના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે આપણે સ્ત્રીના માસિકધર્મની શરૂઆત ક્યાંથી થઇ તે વિષય ઉપર પ્રકાશ પાડીશું.

ભાગવત પુરાણની એક કથાની અંદર સ્ત્રીની અંદર માસિકધર્મનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની કથા આલેખવામાં આવી છે. આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ છે કોઈ અણબનાવના કારણે બૃહસ્પતિ ઋષિ દેવલોક છોડીને ચાલ્યા ગયા હતા, એ સમય દરમિયાન અસુરોએ દેવલોક ઉપર આક્રમણ કર્યું હતું અને રાજા ઇન્દ્રને પોતાનું સિંહાસન છોડડવું પડ્યું હતું.

Image Source

પોતાનું સિંહાસન છોડીને ભાગેલા દેવરાજ ઇન્દ્ર અસુરોથી બચતા બચતા બ્રમ્હાજી પાસે આવી પહોંચ્યા હતા, તેમને પોતાનું સિંહાસન પાછું મેળવવા માટે બ્રમ્હાજી પાસે ઉપાય માગ્યો, ત્યારે બ્રમ્હાજીએ દેવરાજ ઈન્દ્રને કોઈ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવાની સલાહ આપી હતી.

બ્રમ્હાજીની સલાહના કારણે દેવરાજ ઇન્દ્રએ એક બ્રમ્હજ્ઞાનીની સેવા કરવાની શરૂઆત કરી, પરંતુ ઇન્દ્રને એ વાતની જાણ નહોતી કે એ બ્રમ્હજ્ઞાનીની માતા પણ એક અસુર જ છે જેના કારણે દેવરાજ ઇન્દ્ર દ્વારા આપવામાં આવતી હવન અને પૂજાની સામગ્રી તે બ્રહ્મજ્ઞાની અસુરોને આપતા હતા જેના કારણે દેવરાજ ઇન્દ્રને તેનું ફળ મળ્યું નહીં, ઇન્દ્રને આ વાતની ખબર પડતા જ તેઓ ક્રોધિત થઇ ગયા અને ક્રોધે ભરાયેલા દેવરાજ ઇન્દ્રએ તે બ્રમ્હજ્ઞાનીનું વધ કરી નાખ્યું.

Image Source

દેવરાજ ઇન્દ્રએ એ બ્રહ્મજ્ઞાનીને પોતાના ગુરુ માન્ય હતા જેના કારણે તેમના ઉપર બ્રમ્હ હત્યાનું પાપ આવી ગયું અને આ પાપ તેમનો એક રાક્ષસના રૂપમાં પીછો કરવા લાગ્યું, ઇન્દ્ર તેનાથી ભાગતા ભાગતા એક ફૂલમાં આવીને છુપાઈ ગયા, ફૂલની નાદાર જ રહીને ઇન્દ્રએ વર્ષો સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી.

ઇન્દ્રની તપસ્યાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને દેવરાજ ઇન્દ્રને બચાવી લીધા. દેવરાજ ઇન્દ્રએ એ પાપથી મુક્તિ અપાવવા ભગવાન વિષ્ણુને વિનંતી કરી યારે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રને જણાવ્યું કે તે પાપને ચાર ભાગમાં કોઈને વહેંચી દે છે તો એ પાપમાંથી મુક્તિ મળી શકે છે.

Image Source

ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર ઈન્દ્રદેવે પોતાનું પાપ વૃક્ષ, જળ, જમીન અને સ્ત્રીમાં વહેંચવાનું નક્કી કર્યું, વૃક્ષ, જળ, જમીન અને સ્ત્રીએ પાપને સ્વીકારવા માટે તૈયાર થઇ ગયા સાથે સાથે ઈન્દ્રદેવે તેમને એક વરદાન પણ આપવાનું નક્કી કર્યું.

વૃક્ષને પાપ વહેંચતા જ ઇન્દ્ર દેવે તમને વરદાન આપ્યું કે વૃક્ષ પોતાની ઈચ્છા અનુસાર પોતાને જીવિત કરી શકે છે. જળને વરદાન આપતા કહ્યું કે તે કોઈપણ વસ્તુને પવિત્ર કરવાની તાકાત ધરાવે છે. જમીનને વરદાન આપતા ઇન્દ્ર દેવે કહ્યું કે જમીન ઉપર કોઈ ઘા લાગી નહીં શકે અને લાગેલા ઘા પણ ભરાઈ જશે.

Image Source

છેલ્લે બાકી રહી સ્ત્રી, સ્ત્રીને પણ ભગવાન વિષ્ણુએ એક વરદાન આપ્યું, સ્ત્રીને માસિકધર્મનું વરદાન મળ્યું, આ વરદાનના કારણે તે માસમાં એક વાર પોતાના શરીરને શુદ્ધ કરી શકે છે. જેના કારણે સ્ત્રીમાં માસિકધર્મની શરૂઆત થઇ હતી. પરંતુ આજે આ વરદાનને લોકોએ સાવ જુદું જ સ્વરૂપ આપી દીધું છે.

પુરુષ કરતા પણ એક સ્ત્રી પવિત્ર માનવામાં આવે છે. સ્ત્રીના શરીરને શુદ્ધ કરવા માટે જ દેવરાજ ઇન્દ્રએ આ વરદાન તેમને આપ્યું છે. અને એ સમય બાદ સ્ત્રીને માસિકધર્મ દરમિયાન આરામ આપવામાં આવતો હતો, પરંતુ ધીમે ધીમે આ મસિક્ધર્મને લોકોએ અપવિત્ર સાથે જોડી દીધું, અને સ્ત્રીને અપિવત્ર માનવા લાગ્યા છે.

Image Source

આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે આવા જ માહિતીસભર, ધાર્મિક અને જ્ઞાનવર્ધક લેખ તમારી માટે લાવતા રહીએ.
Author: નીરવ પટેલ “શ્યામ”GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.