બોલીવુડમાં જગ્યા બનાવવામાં અને ખુદને ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા બનાવવીએ બેહદ મુશ્કેલ કામ છે. ફિલ્મમાં એક રોલ મેળવવા માટે વર્ષો સુધી મહેનત કર્યા બાદ અને લાંબા સંઘર્ષ કર્યા બાદ એક સફળ એક્ટર બની શકે છે આ વાર ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર કિડને લાગુ પડે છે. ભલે તેને મોટા પડદા પર આસાનીથી એન્ટ્રી મળી શકે પરંતુ તેને ખુદને સાબિત કરવા માટે જટિલ કામ કરવા પડે છે. આ વચ્ચે એક્ટર અભિષેક બચ્ચને બોલીવુડમાં એન્ટ્રીના સંઘર્ષને લઈને પહેલી વાર બોલ્યો છે.
View this post on Instagram
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકે 2000ની સાલમાં રિફ્યુજીમાં કરિના કપૂર સાથે કામ કરીને ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી તો તેની ફિલ્મો કંઈ ખાસ ચાલી નહોતી. ફિલ્મો ફ્લોપ જતા તેને ઘરમાંથી બહાર જવાનું મન થતું ન હતું. પરંતુ હાલમાં અભિષેક બચ્ચને જાતે જ કરેલી એક કબૂલાત ચર્ચામાં છે.
એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે ડ્રાઇવરથી લઈને ચા વાળા સુધીના તમામ કામો કર્યા છે. આટલું જ નહીં સ્ટુડિયોમાં સાફ સફાઈના કામો પણ કર્યાં હતા. અભિષેક બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો કે, પહેલી ફિલ્મ માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી. તે પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.
વધુમાં અભિષેકે જણાવ્યું હતું કે, મને એક ફિલ્મ મળવામાં બે વર્ષ લાગી ગયા હતા. પ્રોડક્શન બોય તરીકે કામ કરતી વખતે લોકો માટે ચા બનાવતો હતો. સ્ટુડિયોની સાફ સફાઈ કરતો હતો અને અરશાદ વારસીનો ડ્રાઇવર પણ હતો.
જણાવી દઈએ કે,અભિષેક બચ્ચન ફિલ્મોની સાથે-સાથે સાથે જોડાયેલી છે. તો બીજી તરફ ઘણી જાહેરાતથી પણ પૈસાની કમાણી કરી લે છે.આ સિવાય તે રમતમાં પૈસા રોકાણ કર્યું છે. તે આવકનો સારો સોર્સ છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.