મનોરંજન

બધું ભૂલીને અભિષેક અને અમિતાભ વિવેકને ગળે મળ્યા હતા, જુઓ તસ્વીરો

અભિનેતા સલમાન ખાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાઈનું નામ વિવેક ઑબેરૉય સાથે જોડાયું હતું. તે સમયે બંન્નેની જોડી ખુબ ચર્ચામાં રહેતી હતી. જો કે વિવેકની એક ભૂલને લીધે ઐશ્વર્યાએ વિવેક સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો જેના પછી ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા હતા. એવામાં ઐશ્વર્યાને લીધે વિવેક અને સલમાન ખાન વચ્ચે દુશ્મનાવટ આવી ગઈ અને વિવેક અને બચ્ચન પરિવાર વચ્ચે પણ મનમુટાવ થઇ ગયો હતો.

એવામાં રવિવારના દિવસે કંઈક એવો નજારો જોવા મળ્યો કે તેને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. એવામાં દરેક કોઈને એવું જ લાગ્યું કે વિવેક ઑબેરૉય અને અભિષેક બચ્ચન વચ્ચે લાંબા સમયથી ચાલતો આવેલો અણગમો અને મનમુટાવ હવે ખતબ થવા જઈ રહ્યો છે.

Image Source

રવિવારના રોજ બેડમિન્ટન પી.વી સિંધુ માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઘણી બૉલીવુડ હસ્તીઓ શામિલ થઇ હતી. જેમાં અભિષક-અમિતાભ અને વિવેક પણ શામિલ થયા હતા. જેમાં વિવેક અને અભિષેક એકબીજાને ગળે લગાડતા જોવા મળ્યા હતા.

Image Source

તેઓની આ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. મીડિયાના કેમેરાની વચ્ચે બચ્ચન અને ઑબેરૉય પરિવાર એકબીજાની સામે હતું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અભિષક પહેલા વિવેકના પિતા સુરેશ ઑબેરૉયને ગળે લગાડે છે જેના પછી તે આગળ વધીને વિવેકને ગળે લગાડે છે. આ દરમિયાન ત્યાં અમિતાભજી પણ આવે છે અને સુરેશ ઑબેરૉય અને દીકરા વિવેકને પણ ગળે લગાડે છે.

Image Source

ઑબેરૉય-બચ્ચન પરીવારનો આવો અંદાજ જોતા જ ત્યાં હાજર લોકો હેરાન જ રહી ગયા હતા. એવામાં દરેક કોઈને એવું લાગી રહ્યું છે કે બંન્ને પરિવાર આટલા વર્ષોથી ચાલતી આવેલી દુશ્મનાવટને ભૂલી ગયા છે.

 

View this post on Instagram

 

Wardrobe courtesy: @zara @zaraindiaofficial Shoe courtesy: @escaroroyale Styled by: @vasundhara.joshi Assisted by: @aayushiii_._

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

એક સમય હતો જ્યારે વિવેક ઐશ્વર્યાને ખુબ જ પસંદ કરતા હતા, અને બંન્ને મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં પણ એક સાથે જોવા મળતા હતા.

Image Source

અમુક સમય પહેલા વિવેકે એક પોસ્ટ શેર કરી હતી જેને લીધે વિવેકની ખુબ આલોચના કરવામાં આવી હતી. આ તસ્વીરમાં સલમાન ખાન, વિવેક ઑબેરૉય, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ હતા. જેને લીધે વિવેકનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો અને તેની આલોચના કરવામાં આવી હતી. જેના પછી વિવેકે માફી પણ માંગી હતી.

Image Source

જુઓ વિવેક-અભિષેકનો ગળે લગાવી રહેલો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks