કપિલ શર્માની મમ્મીને જોતા જ અભિષેક બચ્ચન તેમને પગે લાગ્યા, લોકો કરી રહ્યા છે બચ્ચન પરિવારના સંસ્કારોની પ્રશંસા

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત અભિનેતાઓમાંના એક છે. અભિષેક જેટલો મજબૂત અભિનેતા છે તેટલો જ તે એક સંકલ્પબદ્ધ વ્યક્તિ પણ છે. આ જ કારણ છે કે તે આજ સુધી કોઈ પણ પ્રકારના વિવાદોમાં નથી પડ્યો.અભિષેક હંમેશા પોતાના પ્રેમાળ સ્વભાવથી લોકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં અભિષેક અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં આવ્યો હતો. આ દરમિયાન અભિષેકે કંઈક એવું કર્યું જેના વખાણ બધા કરી રહ્યા છે. લોકો બચ્ચન પરિવારના સંસ્કારો વિશે વાત કરતાં થાકતા નથી.

શો દરમિયાન, જ્યારે કપિલ શર્મા ચિત્રાંગદા સિંહ સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો, ત્યારે અભિષેક બચ્ચન તેને કંઇક કહેવા લાગે છે અને તેના પર ચિત્રાંગદા સિંહ કહે છે, ‘અરે, ધ્યાન રાખજો, જુઓ મમ્મી બેઠી છે’. એમ કહીને તેણે કપિલની માતા તરફ ઈશારો કર્યો જે ઓડિયન્સ ગેલેરીમાં બેઠી હતી. જેના પર અભિષેક તરત જ કહે કે હે કપિલ, પહેલા કહેવું જોઈતું હતું, મા ક્યાં છે? પછી તે પોતે પોતાની સીટ પરથી ઉઠે છે અને કહે છે કે હું પોતે જ તેની પાસે જાઉં છું. આ પછી, અભિષેક સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને કપિલની માતા પાસે જાય છે અને તેમના પગ સ્પર્શ કરે છે, જેના પર કપિલની માતા ખુશ થાય છે અને તેને આશીર્વાદ આપે છે.

અભિષેક બચ્ચનનું આ વર્તન જોઈને ત્યાં બેઠેલા દર્શકોએ જોરદાર તાળીઓ પાડી હતી. કપિલ શર્મા પોતે પણ અભિષેક બચ્ચનનો આભાર માને છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ અભિષેકના વખાણ થઈ રહ્યા છે. ઘણા લોકો બચ્ચન પરિવારની સંસ્કૃતિ અને સંસ્કારોના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો અભિષેકને નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ કહી રહ્યા છે.

કપિલની માતા પ્રત્યે અભિષેકનો પ્રેમ અને આદર બધાને પસંદ આવ્યો હતો અને આ કારણે લોકો સોશિયલ મીડિયા પર અભિષેક અને તેના પરિવારના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો એમ પણ લખ્યું છે કે તેથી જ બચ્ચન પરિવાર અલગ છે. અભિષેકની આ નમ્રતા અને પ્રેમ દર્શાવે છે કે તે એવા પરિવારમાંથી આવે છે જ્યાં સંસ્કારો અને પ્રેમને મહત્વ આપવામાં આવે છે. તો કેટલાકે લખ્યું, અભિષેક, તેં દિલ જીતી લીધું છે.

અભિષેક આ દિવસોમાં ‘બોબ બિશ્વાસ’ના લુકને લઈને ખૂબ જ ચર્ચામાં છે, તેનું કારણ છે તેનું વધેલું વજન, જેના માટે તેણે ઘણી મહેનત કરી છે. ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ 2012માં આવેલી ફિલ્મ ‘કહાની’ના એક પાત્ર પર આધારિત છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અભિષેક અને ચિત્રાંગદાએ ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન દિયા અન્નપૂર્ણા ઘોષે કર્યું છે. આ ફિલ્મનું પ્રીમિયર 3 ડિસેમ્બરે Zee5 પર થશે. આ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે, અભિષેકના લુકનe તેના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ વખાણ કર્યા છે, તેથી આ ફિલ્મ પ્રત્યે લોકોનો ક્રેઝ વધી ગયો છે.

Shah Jina