બોલીવુડમાં ઘણા અભિનેતાઓ એવા છે જેમના વચ્ચે ગાઢ મિત્રતા પણ છે, તેવી જ એક મૈત્રી છે અભિષેક બચ્ચન અને અજય દેવગન વચ્ચે. અભિષેક અને અજયની મુલાકાત ફિલ્મ મેજર સાબના શૂટિંગ દરમિયાન થઇ હતી, આ ફિલ્મને અમિતાભ બચ્ચનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી હતી, અમિતાભ અને અજય બંને મુખ્ય કલાકાર તરીકે હતા. આ ફિલ્મ દરમિયાન અભિષેક એક સ્પોટ બોય તરીકે કામ કરી રહ્યો હતો. એક ટીવી શોમાં વાત કરવા દરમિયાન અભિષેક દ્વારા એક કિસ્સો શેર કરવામાં આવ્યો છે જેમાં તેને કહ્યું છે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અજયના કારણે તેમને ફૂટપાથ ઉપર રાત વિતાવવી પડી હતી.

આ કિસ્સો જણાવતા અભિષેક દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ નું એક ગીત ઓસ્ટ્રેલિયામાં શૂટ કરવાનું હતું, તે દરમિયાન અભિષેકને અજયને એરપોર્ટ ઉપરથી લઈને હોટેલમાં છોડવાનો હતો, આ કિસ્સા વિષે અભિષેક કહે છે કે: “યુનિવર્સીટી છોડીને જયારે હું પાછો આવ્યો ત્યારે અમારી પાસે પૈસા નહોતા પ્રોડક્શન હાઉસ વાળને મોકલવા માટે, હું ઓસ્ટ્રેલિયામાં લોકેશન હંટિન્ગ માટે ગયો હતો, ત્યારબાદ અજય યુનિટ સાથે અહીંયા આવવાના હતા, મને કઈ ખબર નહોતી કે પ્રોડક્શન શું વસ્તુ છે ? શું કરવાનું હોય છે? મને કહેવામાં આવ્યું અજય આવશે તેમને રોકાવી દેજે.”

“હું પહેલા એરપોર્ટ ગયો, પછી જયારે ફલાઇટ આવી ત્યારે મને અહેસાસ થયો કે અજય માટે ગાડી તો બુક કરાવી જ નથી, ત્યારે મેં ત્યાં કોઈ ટેક્સી વાળને પતાવ્યો, જયારે હોટેલ પહોંચ્યો ત્યારે મને યાદ આવ્યું કે મેં તેમની માટે રૂમ પણ બુક નથી કરાવ્યો, મારા માટે જે રૂમ ત્યાં બુક હતો તેમાંથી મારો સામાન ધીમેથી મેં બારીની બહાર નાખી દીધો અને અજયને ત્યાં રોકાવી દીધો. એ દિવસે હું રોડ ઉપર સુઈ ગયો હતો કારણે કે મારી પાસે ત્યાં કોઇ રૂમ નહોતો.”
View this post on Instagram
અભિષેકે આ રોડ ઉપર સુવા વિષે કહ્યું કે: “હું ફૂટપાથ ઉપર સૂટકેસ સાથે સુઈ રહ્યો હતો, અને મેં શરમના કારણે અજયને કંઈપણ જણાવ્યું નહીં, તેમને આ વિષે કંઈપણ ખબર નહોતી.”
બૉલીવુડ સેલિબ્રિટીના શ્રેષ્ઠ કપલની વાત કરીએ તો અભિષેક અને ઐશ્વર્યા પણ મોખરે આવે. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2007માં થયા હતા. આ બંનેના લવ મેરેજ હતા. ફિલ્મ ગુરુના સેટ ઉપર જ અભિષેક અને ઐશ્વર્યા એકબીજાના નજીક આવ્યા પહેલા દોસ્તી પછી પ્રેમ અને આખરે બંને એકબીજા સાથે લગ્નના બંધનથી જોડાઈ જ ગયા. પરિવાર પણ આ સંબંધથી ખુશ થયો અને અને તાત્કાલિક લગ્ન પણ કરાવી આપ્યા.અભિષેક અને ઐશ્વર્યાના લગ્નના ચોથા વર્ષે તેમના ઘરે લક્ષ્મી અવતરી, એક દીકરીનો જન્મ થયો અને નામ રાખ્યું આરાધ્યા. આજે આરાધ્યા પણ 8 વર્ષની થઇ ગઈ છે. અને
હવે ઐશ્વર્યા અને અભિષેકના ચાહકો ફરીવાર ઈચ્છા રાખી રહ્યા છે કે તે જલ્દી જ કોઈ નવા અને સારા સમાચાર આપે. જો કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેકના આ બાબતે કોઈ પ્લાંનિંગ નથી, પરંતુ પોતાના બીજા બાળક માટે તેમને જ એક જુના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.

જયારે અભિષેક અને ઐશ્વર્યા રાય 2010માં બેબી પ્લાંનિંગ કરી રહ્યા હતા ત્યારે જ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચાને કહ્યું હતું કે: “હું ઈચ્છું છું કે મારા 2 બાળકો હોય, લગભગ આ વિચાર મારા મનમાં આવી રીતે આવ્યો કે અમે બે છીએ, હું અને શ્વેતા દીદી પરંતુ આ બધામાં ઈશ્વરના આશીર્વાદ હોય છે અને આ બધું ક્યારેક તેની જાતે પણ થઇ જાય છે. મને એ વાત નથી સમજમાં આવતી કે જયારે કોઈ કહે છે કે અમે બેબી પ્લાન કરી રહ્યા છીએ,

આ વાત અજીબ લાગે છે, હું એ પ્રકારનો માણસ છું કે ના મને આ વાત જાણવી છે કે બીજાના બાળકો ક્યારે થશે અને ના કોઈને એ પૂછવાનો અધિકાર આપવો છે કે હું ક્યારે પિતા બની રહ્યો છું.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.