IPL 2024 પહેલા આ ક્રિકેટરની વધી મુશ્કેલી, સુરતની મોડલના આપઘાત કેસમાં પોલિસે મોકલ્યુ સમન

19 ફેબ્રુઆરી સોમવારના રોજ સુરતની પ્રખ્યાત મોડલ તાનિયાના આપઘાતની માહિતી સામે આવી. સુરતના વેસુ રોડ પર આવેલ હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં તાનિયાએ ઘરે જ પંખે લટકી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ત્યારે હવે તાનિયા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. સુરત પોલીસે સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર અને પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અભિષેક શર્માને સમન્સ પાઠવ્યું છે. સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો છે.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક IPL ખેલાડી અભિષેક શર્મા સાથે હતો. જો કે થોડા સમયથી અભિષેક અને તાનિયા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. પોલીસે અભિષેકને તેની અને તાનિયાની મિત્રતા અંગે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ માહિતી આપતા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે કોલ ડિટેઈલ મુજબ તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. જોકે, તેમની મિત્રતાના કારણે અભિષેકને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે.

તાનિયાની આત્મહત્યાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. આ મોડલે માત્ર 28 વર્ષની ઉંમરે જ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવ્યો હતો. એક રીપોર્ટ અનુસાર, તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. તાનિયા અને અભિષેક છેલ્લા ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને વચ્ચે ફોન તેમજ વોટ્સએપ પર વાતો પણ થતી હતી. ત્યારે પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ તાનિયાએ પંખે લટકી ગઈ.

ચર્ચા છે કે તાનિયા ક્રિકેટરના પ્રેમમાં પાગલ હોવાને કારણે નિષ્ફળતાં મળતાં તેણે આપઘાતનું પગલું ભર્યું. તાનિયાની કોલ ડિટેઇલમાં પણ અનેક રહસ્યો છુપાયેલા છે, અને તાનિયાએ છેલ્લો કોલ પણ અભિષેકને કર્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. માટે હાલ તો પોલીસ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાના એંગલથી તપાસ કરી રહી છે. અભિષેક શર્માની વાત કરીએ તો, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે.

આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તેણે 47 મેચ રમી છે અને 137.83ની સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. IPL સિવાય અભિષેક ઘરેલુ ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. તે હાલમાં જ રણજી ટ્રોફીમાં પોતાની ટીમ માટે રમતો જોવા મળ્યો હતો. રણજી ટ્રોફીની આ સિઝનમાં અભિષેકે પંજાબ માટે 4 મેચ રમી હતી જેમાં તેણે પોતાના બેટથી 199 રન બનાવ્યા હતા.

Shah Jina