સનરાઈઝ હૈદરાબાદના આ યુવા બેટ્સમેને દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્પિનર રાશિદ ખાનને પણ ધોઈ નાખ્યો, એક પછી એક જડ્યા એવા છગ્ગા કે.. જુઓ

IPLનો રોમાંચ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, દરેક મેચ ખુબ જ રોમાંચક બની રહી છે, ત્યારે ગઈકાલની ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદની મેચ પણ ખુબ જ રોમાચંક રહી. આ મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ ઉપર ગુજરાત ટાઇટન્સને જીતનો સ્વાદ ચાખવા માટે મળ્યો. ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર રાશિદ ખાને છેલ્લા બોલ ઉપર છગ્ગો મારીને મેચ જીતાડી હતી.

આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ શાનદાર રમત બતાવી હતી. અભિષેકે શરૂઆતથી જ મોટા શોટ મારવાનું શરૂ કર્યું અને 42 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી. 154.76ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અભિષેકે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે હૈદરાબાદની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી હતી.

અભિષેક શર્માએ ગુજરાત વિરૂદ્ધ 39મો રન લેતાની સાથે જ IPLમાં તેના 500 રન પૂરા કરી લીધા હતા. અભિષેકે તેની 30મી IPL મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. IPLમાં અત્યાર સુધી તેણે 23.91ની એવરેજથી કુલ 526 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેણે બે અડધી સદી ફટકારી છે. ગુજરાત સામે તેની આઈપીએલ કારકિર્દીની બીજી અડધી સદી હતી. અભિષેક સારી લાઇનમાં દેખાઈ રહ્યો છે અને તેણે અત્યાર સુધી 8 મેચમાં 285 રન બનાવ્યા છે.

અભિષેકની ઇનિંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે એક તરફ કેન વિલિયમસન અને રાહુલ ત્રિપાઠી જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં આ યુવા ખેલાડીએ એડન માર્કરામ સાથે મળીને પહેલા ટીમની કમાન સંભાળી અને પછી રનનો વરસાદ શરૂ કર્યો. બંને વચ્ચે 61 બોલમાં 96 રનની ભાગીદારી નોંધાઈ હતી.

અભિષેક શર્માએ વર્ષ 2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે સિઝનમાં તેને માત્ર ત્રણ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. 2019માં તેને માત્ર ત્રણ મેચ રમવાની મંજૂરી મળી હતી. તેને વર્ષ 2020માં 8 અને 2021માં 8 મેચમાં તક મળી હતી. આ વખતે હૈદરાબાદ પાસે મહત્વનો બેટ્સમેન છે અને અત્યાર સુધીની તમામ મેચોમાં તેનું મહત્વનું યોગદાન છે. અભિષેક શર્માએ IPLમાં અત્યાર સુધી 30 મેચ રમી છે જેમાં તેણે 526 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. તેણે તેની IPL કરિયરમાં 48 ફોર અને 20 સિક્સર ફટકારી છે.

Niraj Patel