મનોરંજન

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, દીકરા અભિષેકથી ન રહેવાયું- કહી આ વાત

બોલીવૂડના શહેનશાહ, સદીના મહાનાયક, બિગ બી એવા ઉપનામોથી જાણીતા બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને અભિનય જગતના સૌથી મોટા પુરસ્કાર – દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી. આ ખબર આવ્યા પછી સતત ટ્વીટર પર અમિતાભ બચ્ચન માટે શુભકામનાઓ વરસી રહી છે.

જો કે આના પર હજુ સુધી અમિતાભ બચ્ચનની કોઈ પ્રતિક્રિયા નથી મળી. જો કે તેમના દીકરા અભિષેક બચ્ચને પ્રતિક્રિયા આપી છે. તેણે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ટ્વીટ પર જવાબ આપતા પોતાની ખુશી વ્યક્ત કરી છે અને લખ્યું છે, ‘ખૂબ જ ખુશી અને ગર્વ છે.’

આ પહેલા કેન્દ્રીય મંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું, ‘બે પેઢીઓને પ્રેરિત કરનાર દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને સર્વસંમતિથી દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં માટે પસંદ કરવામાં આવ્યા છે. હું દિલથી તેમને શુભેચ્છાઓ આપું છું.’

અમિતાભ બચ્ચનને શુભકામનાઓ આપતા લતા મંગેશકરે લખ્યું, ‘નમસ્કાર અમિતજી. તમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ઘોષિત થયો એ જાણીને મને ખૂબ જ ખુશી થઇ. હું તમને શુભકામનાઓ આપું છું. ભારતીય ચિત્રપટ સૃષ્ટિના જનકના નામનો પુરસ્કાર ભારતીય સિનેમાના મહાનાયકને મળે એ જાતે જ એક ઐતિહાસિક ઘટના છે.’

એવોર્ડ મળવા પર તેમને શુભેચ્છા આપતા કરણ જોહરે ટ્વીટર પર ટ્વીટ કરી, ‘ભારતીય સિનેમાના સૌથી પ્રેરણાદાયી દિગ્ગજ અભિનેતા. તેઓ એક બોનાફાઈડ રોક સ્ટાર છે. મને ગર્વ છે કે હું અમિતાભ બચ્ચનના યુગમાં છું. અમિતાભ બચ્ચનને મળશે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ.’

ત્યારે અમિતાભ બચ્ચનને દિગ્ગજ જણાવતા અનિલ કપૂરે ટ્વિટર પર લખ્યું, ‘દિગ્ગજ અભિનેતાની વાત કર્યા વિના ભારતીય સિનેમાની વાત ન થઇ શકે. દરેક પાત્રથી તેમને સિનેમાની નવી વ્યાખ્યા કરી અને તેઓ પોતાના અગણિત યોગદાનો માટે દરેક પ્રશંસાને પાત્ર છે! શુભકામનાઓ.’

પાંચ દાયકાઓથી પોતાની કારકિર્દી દરમ્યાન ભારતીય ફિલ્મોના સૌથી માન્યતા પ્રાપ્ત આઇકોન તરીકે તેમને આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. અમિતાભ બચ્ચને તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી કરી, એ પછી તેમને રાજેશ ખન્ના સાથે ફિલ્મ આનંદ કરી, પરંતુ તેમને ઓળખ મળી ફિલ્મ ઝંઝીરથી. એ પછી તેમને ક્યારેય પાછું વળીને નથી જોયું, અને હાલ તેઓ સોની ટીવી પર કોન બનેગા કરોડપતિ કવીઝ શોને હોસ્ટ કરે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.