મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ દિગ્ગજે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં ખુલ્યું મોટું રાઝ

જાણીતો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમથી એક ખરાબ ખબર આવી રહી છે. આ શોમાં લેખક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. અભિષેક તેના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

અભિષેક મકવાણાએ 27 નવેમ્બરના રોજ કાંદિવલીના તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.અભિષેકે સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો છે. જયારે મૃતકના પરિવારજનોએ આરોપ  લગાવ્યો છે કે, તે સાઇબર ક્રાઇમ અને બ્લેકમેલનો શિકાર બન્યો હતો.

અભિષેકના પરિવારજનોનું કહેવું છે કે, તેને ફોન પર લગાતાર ધમકી મળતી હતી. દેણું ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જોકે તેની સુસાઇડ નોટમાં કોઈ આર્થિક મુશ્કેલીનો દાવો કરવામાં આવ્યો નથી.

તેના ભાઈનું કહેવું છે કે અભિષેકના મૃત્યુ પછી તેને ફ્રોડ લોકોના કોલ આવવા લાગ્યા હતા. પરિવારે કહ્યું, ‘તેઓ ફોન કરી પૈસા માંગે છે. તેમનું કહેવું છે કે લોન લેતી વખતે અભિષેકે તેના પરિવારને બાંહેધરી અપાવી હતી.

અભિષેકનો ભાઈ જેનિસ કહે છે કે તેણે કેટલાક ઇ-મેલ્સ વાંચ્યા છે, જેના પછી તેમને સમજાયું કે અભિષેક આર્થિક જાળમાં ફસાઈ ગયો હતો. જેનિસે કહ્યું, ‘ઇ-મેલ રેકોર્ડ જોયા પછી, હું સમજી ગયો કે પહેલા મારા ભાઈએ એક એપ દ્વારા એક નાનકડી લોન લીધી જે ખૂબ જ વ્યાજ લેતું હતું.

પછી મેં તેના અને ભાઈના વ્યવહાર જોયા. મેં જોયું કે તે મારા ભાઈને ઓછી રકમ આપતો હતો. જ્યારે ભાઈએ કોઈ અન્ય લોન લીધી ન હતી. લોનની વ્યાજ દર 30 ટકા હતો. જેનિસે વધુમાં કહ્યું હતું કે, જ્યારથી અભિષેક મકવાણાના મૃત્યુ અંગેની જાણ થઈ ત્યારથી તે લોકો તેને વારંવાર ફોન કરતા અને ખોટી વાતો કહેતા આવ્યા છે.

એક નંબર બાંગ્લાદેશનો છે, એક મ્યાનમારનો છે અને બાકીના ભારતના વિવિધ રાજ્યોના છે. મુંબઇના ચાર્કોપ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારી કહે છે કે પરિવારે પોલીસને ફોન નંબર પૂરા પાડ્યા છે અને તેઓ બેંકોના વ્યવહારની તપાસ કરી રહ્યા છે.