બોલીવુડ સૌથી પાવરફ્લ કપલ તરીકે જેની ગણના થાય છે તે છે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. અભિષેક અને ઐશ્વર્યા ફંક્શન અને પાર્ટીમાં નજરે આવે છે. ઐશ્વર્યા અને અભિષેકને એક 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન પણ છે.
View this post on Instagram
5 ફેબ્રુઆરી અભિષેક તેનો બર્થડે મનાવી રહ્યો છે. આવો જાણીએ અભિષેકના બર્થડે પર ઐશ્વર્યા અને અભિષેકની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ હતી.
View this post on Instagram
‘બંટી ઔર બબલી’ ફિલ્મના ‘કજરા રે ગીત’ની શૂટિંગ પર બંનેને એકબીજાને પ્રેમ થઇ ગયો હતો. એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે ટોરન્ટોમાં થયેલા ‘ગુરૂ’ ફિલ્મના પ્રીમિયર પછી હોટલની બાલ્કનીમાં ઉભા રહીને તેણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ કરતા સમયે તે ખૂબ નર્વસ હતો.
View this post on Instagram
અભિષેકે જણાવ્યું હતું કે,” જ્યારે મેં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું ત્યારે મારૂ દિલ જોરથી ધડકતું હતું. મે પ્રપોઝ કર્યું અને તેણે હા કહેવામાં એક સેકન્ડનો પણ સમય ન લગાવ્યો.” એ ક્ષણ અભિષેક અને ઐશ્વર્યાની જિંદગીની યાદગાર ક્ષણોમાંની એક છે.

ઐશની સાડીએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. જણાવી દઈએ કે ઐશએ પોતાના લગ્નમાં પહેરેલી સાડી ડિઝાઈનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી. ઐશએ પહેરેલી આ સાડીની કિંમત 75 લાખ રૂપિયા હતી. તેના આલીશાન લગ્ન અને તેની કિંમતી સાડી લાંબા સમય સુધી ચર્ચામાં બની રહી હતી.

જણાવી દઈએ કે એક વર્ષ ડેટ કર્યા પછી ઐશ-અભીએ 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યા હતા. તે સમયે ઐશ 33 અને અભિષેક 31 વર્ષના હતા. તેના લગ્નમાં તેઓની ઉંમરના અંતરને લીધે પણ ઘણા સવાલો ઉભા થઇ ગયા હતા.

ઐશ અને અભિષેકના લગ્નથી જો કોઈ વધારે ખુશ હતા તો તે વ્યક્તિ અમિતાભ બચ્ચન હતા. ઐશને વહુના રૂપમાં મેળવીને અમિતાભ સૌથી વધારે ઉત્સાહિત હતા. તસ્વીરોને જોઈને તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે.

ઐશએ પોતાના લગ્નમાં ગોલ્ડન કલરની કાંજીવરમ સાડી પહેરી રાખી હતી. તે સમયે કોઈ અભિનેત્રીએ પહેલી વાર પોતાના લગ્નમાં આટલી મોંઘી સાડી પહેરી રાખી હતી. ઐશની સુંદરતા અને તેના દેખાવને જોઈને અભિષેક તેને જોતા જ રહી ગયા હતા. અભિષેકે અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી શેરવાની પહેરી હતી.

રિપોર્ટ અનુસાર અમિતાભે પોતાના દીકરાના લગ્નને રૉયલ બનાવા માટે કઈ જ બાકી રાખ્યું ન હતું. લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. ઐશ અને અભીના આ ભવ્ય લગ્નમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઐશ્વર્યા અને અભિષેકના લગ્નનમાં મીડિયાને એન્ટ્રી આપવામાં આવી ના હતી. બધી જ રસમો પુરી થયા બાદ તસ્વીર સામે આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.