ફિલ્મી દુનિયા

ટ્રોલરે અભિષેક બચ્ચનને પાસે માંગ્યુ ડ્રગ્સ, અભિષેકે એવો મુંહતોડ જવાબ આપ્યો કે પેલો આખી જિંદગી યાદ રાખશે

સદીના મહાનાયક અમિતાભજીના દીકરા અભિષેક બચ્ચન ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કરી ચુક્યા છે. જો કે અવાર-નવાર અભિષેકને ફિલ્મો કે અન્ય બાબતોને લીધે ટ્રોલ(આલોચના) કરવામાં આવે છે. જો કે અભિષેક પણ આવા ટ્ટોલર્સને કરારો જવાબ આપતા બિલકુલ પણ અચકાતા નથી.

Image Source

એવામાં ફરીથી એકવાર એવું જ કંઈક બન્યું છે. જેમાં ટ્રોલર્સે અભિષેકજીને એવું કંઈક પૂછી લીધું કે જવાબમાં વાત મુંબઈ પોલીસ સુધી આવી ગઈ. આ ટ્રોલર્સે અભિષેક પાસે ડ્રગ્સની માંગ કરી હતી.

Image Source

ટ્રોલર્સે અભિષેકને પૂછ્યું કે,”શું તમારી પાસે હૈશ છે?” અભિષેકે પણ કરારો જવાબ આપતા કહ્યું કે,”નથી!માફ કરો. તમે પણ આવું ન કરો. પણ હું તમારી મુંબઈ પોલીસ સાથ મુલાકાત કરાવી શકું છું. મુંબઈ પોલીસ તમારી જરૂરિયાતને જાણીએ ખુશ થશે અને તમારી મદદ કરશે.” અભિષેકના આવા જવાબથી ટ્રોલર્સે પોતાની ટ્વીટ સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી નાખી છે.

જો કે તેના પહેલા પણ એક યુઝરનો જવાબ આપતા અભિષેકે કહ્યું હતું કે દ્રોણા ફિલ્મ ફ્લોપ થયા પછી કામ મળવામાં ખુબ મુશ્કિલો આવી હતી. તેના પર એક યુઝરે પૂછી લીધું કે,”તમને દ્રોણા પછી ફિલ્મો મળી કેવી રીતે?” જો કે તેનો પણ અભિષેકે કરારો જવાબ આપ્યો હતો.

Image Source

વાત ફિલ્મોની કરીએ તો અભિષેક આવનારી ફિલ્મ ‘બિગ બુલ’માં જોવા મળશે. આ ફિલ્મ 90 ના દશકમાં થયેલા હર્ષદ મેહતા સ્ટૉક માર્કેટના ગોટાળા પાર આધારિત છે. બિગ બુલ ડિઝની પ્લસ અને હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.

Image Source

આ ફિલ્મ સિવાય અભિષેક ‘બૉબ બિસ્વાસ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ચિત્રાંગના સિંહ પણ ખાસ કિરદારમાં હશે. ફિલ્મને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પ્રોડ્યુસ કરી રહી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.