વિશ્વસુંદરી ઐશ્વર્યાનાં પ્રેમમાં પડતાં પહેલા આ હિરોઈનને ડેટ કરતો હતો અભિષેક બચ્ચન, આવી રીતે આપ્યો હતો દગો
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી બોલીવુડમાં ક્યૂટ અને રોમેન્ટિક જોડીઓમાંની એક છે. આ કપલ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ અને આઇડલ કપલ માનવામાં આવે છે. લગ્ન પછી પણ બંન્નેનું કોઈ અન્ય સાથે નામ પણ નથી જોડાયું પણ લગ્ન પહેલા અભિષેક પણ ખુબ ઇશ્ક લડાવી ચુક્યા હતા.

અભિનેત્રી કરિશ્મા કપૂર અને રાની મુખર્જી સાથેની અભિષેકની રિલેશનશિપ વિશે તો દરેક કોઈ જાણે જ છે. આ રિલેશન એક સમયે જગજાહેર થઇ ગયું હતું. આ બંન્ને સાથે તો સગાઈ સુધી પણ વાત પહોંચી ગઈ હતી. પણ જણાવી દઈએ કે ઐશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલા અભિષેક એક બીજી અભિનેત્રીને પણ ડેટ કરતા હતા. અભિષેકની આ લવસ્ટોરી વિષે ભાગ્યે જ લોકોને ખબર હશે.

કરિશ્મા સાથેથી અલગ થયા પછી અભિષેકના જીવનમાં મૉડલ અને અભિનેત્રી દીપાનીતા શર્માની એન્ટ્રી થઇ હતી.

અભિષેક-દીપાનીતાની મુલાકાત બંનેની કોમન ફ્રેન્ડ અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે દ્વારા થઇ હતી. અભિષેકને દીપાનીતાની સુંદરતા, સાદગી અને ઈમાનદારી ખુબ પસંદ આવી ગઈ હતી અને તે દીપાનીતાની પાછળ પણ પડી ગયા હતા.

અભિષેક વારંવાર દીપાનીતાને ફોન પર ફોન કરતા હતા અને મળવા માટેની વિનંતી કરતા હતા, પણ તે સમયે દીપાનીતા ઇન્ડસ્ટ્રીના કોઈપણ અભિનેતા સાથે જોડાવા માંગતી ન હતી, પણ અભિષેકની પર્સનાલિટી જોઈને દીપાનીતા તેને પ્રેમ કરી બેઠી. બંન્નેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી અને દીપાનીતા અભિષેકના પ્રેમા એકદમ ગંભીર હતી.

એવામાં અભિષેકના જીવનમાં ઐશ્વર્યા રાય આવી અને અભિષેકે દીપાનીતાને અવગણવાનું શરૂ કરી દીધું. દીપાનીતાની ખાસ મિત્ર અને અભનેત્રી બિપાશા બાસુને પણ અભિષેક-ઐશ્વર્યાની નજીકતા વિશે ખબર પડી ગઈ હતી અને દીપાનીતાને ચેતવણી પણ આપી હતી. પણ દીપાનીતાએ બિપાશાની વાત પર ભરોસો ન કર્યો.

એવામાં દીપાનીતાએ અભિષેકના જન્મદિસવ પર ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ અભિષેકે એવું કહીને ત્યાં જવાનું ટાળ્યું કે તે શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના પિતા અમિતાભજીની તબિયત પણ ખરાબ છે. પણ જયારે અભિષકે પોતાના જન્મદિવસમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું અને ઐશ્વર્યા ગેસ્ટ બનીને પહોંચી ત્યારે દીપાનીતા હેરાન જ રહી ગઈ હતી. આ પાર્ટીમાં અભિષેકે દીપાનીતાને યાદ કરવી પણ જરૂરી સમજ્યું ન હતું.

જેના પછી દીપાનીતાને પણ ખબર પડી ગઈ કે અભિષેકે તેની સાથે દગો કર્યો છે. અભિષેકની આવી બેવફાઇથી દીપાનીતા એકદમ તૂટી ગઈ હતી. જેના પછી અભિષેક-દીપાનીતા અલગ થઇ ગયા.

અભિષેકથી અલગ થયા પછી દીપાનીતાએ પોતાની કારકિર્દીમાં ફરીથી ઉડાણ ભરી અને વર્ષ 2008 માં બિઝનેસમૈન દિલશેર સિંહ અટવાલ સાથે લગ્ન કરી લીધા. હાલ બંન્ને પોત-પોતાના જીવનમાં ખુશ છે.