બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેનો 46મોં જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે રોમ પહોંચી છે. ઐશ્વર્યા રાય તેના જન્મ દિવસ મનાવવા સિવાય એક કામના સિલસિલા માટે રોમ પહોંચી છે. 1 નવેમ્બરે તેનો જન્મ દિવસ મનાવ્યો હતો.

ઐશ્વર્યાએ ગઈ કાલે તેનો 46મોં જન્મદિવસ તેના પતિ અભિષેક બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા સાથે સેલિબ્રેટ કર્યો હતો.

આ ખાસ દિવસે અભિષેકે પત્ની ઐશ્વર્યા માટે એક પ્રેમ ભરી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં અભિષેકે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે કે, જે જાણ્યા બાદ તમે પણ કહેશો કે, પ્રેમ હોય તો આવો.

અભિષેકે તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, જન્મદિવસની ઘણી શુભેચ્છા પ્રિન્સીપેસા. પ્રિન્સીપેસા આ એક ઇટાલિયન શબ્દ છે. જેનો મતલબ થાય છે રાજકુમારી. ઐશ્વર્યાની આ તસ્વીરને સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ઐશ્વર્યા તેના બર્થડે સેલિબ્રેશની સાથે-સાથે બ્રાન્ડ લોન્ચિંગમાં પણ ગઈ છે. આ ખાસ દિવસે ઐશ્વર્યાએ ક્રીમ અને પીચ કલરનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ડિઝાઈનર Nedret Tacirogluએ ડિઝાઇન કર્યું છે. આ ઇવેન્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે

આ પહેલા ઐશ્વર્યાએ ખુદ સોશિયલ મીડિયા પર એક ફોટો શુટની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ઐશ્વર્યા ખુબસુરત લાગી રહી છે. ઐશ્વર્યાની દિવાળી જશ્નની તસ્વીર પણ ચર્ચામાં રહી હતી. આ તસ્વીરમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે ગણેશ લક્ષ્મી પૂજા કરતી નજરે ચડે છે.

રિપોર્ટ્સનું માનીએ તો બતાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈ પરત ફર્યા બાદ ઐશ્વર્યા અને અભિષેક તેના પરિવાર અને દોસ્તો માટે એક ખાસ સેલિબ્રેશનનું આયોજન પણ કરશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.