મનોરંજન

નેપોટિઝમની લડાઈ વચ્ચે છલકાયું અભિષેક બચ્ચનનું દર્દ, બોલ્યા-મૈ પણ ઘણા લોકો પાસે કામ માંગ્યું પણ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનએ વર્ષ 2000 મા ફિલ્મ ‘રેફ્યુજી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર હતી અને તેની પણ તે ડેબ્યુ ફિલ્મ જ હતી. સુશાંતના નિધન પર નેપોટિઝમનું અભિયાન સોશિયલ મીડિયા પર શરૂ થયું છે. એવામાં અભિષેક બચ્ચનએ પણ એક પોસ્ટ દ્વારા પોતાના સ્ટ્રગલ વિશેનો ખુલાસો કર્યો છે.

પોતાની પોસ્ટમાં અભિષેક બચ્ચનએ લખ્યું કે, ઘણા લોકો એ વાત નહિ જાણતા હોય કે વર્ષ 1998 માં હું અને રાકેશ ઓમપ્રકાશ મેહરા પોતાની કારકિર્દીની શરૂઆત એકસાથે કરવા માંગતા હતા. તે મને ‘સમજૌતા એક્સપ્રેસ’ માટે ડાયરેક્ટ કરવા માગતા હતા. પણ ખુબ કોશિશ કરવા છતાં પણ અમને બંન્નેને કોઈપણ લોન્ચ કરવા વાળું ન મળ્યું.

અભિષેકે આગળ લખ્યું કે,”હવે હું તો એ પણ ભૂલી ગયો છું કે મેં કેટલા પ્રોડ્યુસર અને ડાયેરક્ટરોની મુલાકાત કરી અને તેના અભિનયનો એક ચાંસ આપવા માટે કહ્યું. પણ કોઈએ અમને મૌકો ન આપ્યો.

અમે બંને ખાસ મિત્રો હતા, માટે અમે નિર્ણય લીધો કે અમે બંન્ને એવું કંઈક કરીએ, જેને રાકેશ ડાયરેક્ટ કરે અને હું તેમાં અભિનય કરી શકું. તેના પછી અમે સમજૌતા એક્સપ્રેસ બનાવવાનો નિણઁય લીધો. જો કે કોઈ કારણોને લીધે ફિલ્મ બની શકી ન હતી.

જેના પછી ઓમપ્રકાશ મેહરા મારા પિતાની સાથે ફિલ્મ ‘એક્સ’ બનાવવા લાગ્યા અને આ દરમિયાન મારી મુલાકાત જેપી દત્ત સાહેબ સાથે થઇ. જેપી દત્ત તે સમયે ફિલ્મ ‘આખિરી મુગલ’ બનાવવા માંગતા હતા અને તેના માટે તે નવો ચેહરો શોધી રહ્યા હતા. હું નસીબદાર હતો કે તેમણે આખિરી મુગલ તો ન બનાવી પણ રેફ્યુજી બનાવી.

જો કે તેના દસ વર્ષ પછી હું રાકેશ ઓમપ્રકાશ મેહરાની સાથે ફિલ્મ દિલ્લી-6 માં આવ્યો. આ ફિલ્મમાં મારી સાથે સોનમ કપૂર પણ હતી. અમે બધા એક મોટા પરિવારની જેમ જ હતા. આ સિવાય મારું અમુક સિનિયર કલાકારો સાથે કામ કરવાનું સપનું પણ પૂરું થઇ ગયું.

અભિષેકની આ પોસ્ટ પર લોકોની ખુબ પ્રતિક્રિયા આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું કે-મેં તમારી દરુણ જોઈ. તેની સૌથી દુઃખદ વાત એ છે કે મને રડવું આવી ગયું.

અભિષેક બચ્ચને ગુરુ, બંટી ઔર બબલી, સરકાર રાજ,ધૂમ-2 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સિવાય બોલ બચ્ચન અને હાઉસફુલ-3 જેવી ફિલ્મોમાં સેકન્ડ રોલ પણ ખુબ દમદાર રીતે નિભાવ્યો છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.