એશ્વર્યાને લાયક નથી એવું કહેનાર યુઝર્સને અભિષેક બચ્ચને આપ્યો જબરદસ્ત જવાબ

આ દિવસોમાં સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે કનેક્ટ રહેતા હોય છે. એવામાં ચાહકો તેમના દિલની વાત સેલેબ્સને કરે છે તો, કેટલાક યુઝર્સ સેલેબ્સને નિશાન બનાવતા હોય છે.

ઘણા સેલિબ્રિટી આવી વાતો પર ધ્યાન આપતા નથી. પરંતુ અભિષેક એ સેલેબ્સમાંના એક છે, જેઓ ટ્રોલર્સને જવાબ આપી તેમની બોલતી બંધ કરી દે છે.બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે.

પરંતુ જ્યારે પણ કોઈ તેના અંગત જીવનમાં દખલ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અભિષેક તેને કરારો જવાબ આપે છે. આવું જ કંઈક તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર જોવા મળ્યું.

તેની આગામી ફિલ્મ ધ બિગ બુલના ટ્રેલર પર એક યુઝરે કમેન્ટ કરી, તૂ કોઈ કામનો નથી દોસ્ત. આટલું જ નહીં તેણે કહ્યું કે તે તેની સુંદર પત્ની એશ્વર્યા રાય બચ્ચનના લાયક પણ નથી. જેથી અભિષેકે ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો.

અભિષેકે આ પોસ્ટ શેર કરતા લખ્યુ કે, તમારા ઓપિનિયન માટે આભાર. પરંતુ હું તો એ વાત જાણવા ઇચ્છુ છુ કે, તમે કોના વિશે શું વિચારો છો ? કેમ કે તમે તો બધાને ટેગ કરી દીધા છે. હું જાણુ છુ કે, ઇલિયાના અને નિક્કીના લગ્ન થયા નથી, તો વધ્યો હું, અજય, કૂકી અને સોહમ. લાગે છે કે, ડિઝનીનું પણ મેરિટલ સ્ટેટસ ચેક કરવું પડશે. અભિષેકે યુઝરને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિગ બુલના ટ્રેલર પર અભિષેક બચ્ચન પર કરવામાં આવેલી યુઝર કમેન્ટથી આ હંગામો શરૂ થયો. તેણે લખ્યું, દોસ્ત, તૂ કોઈ કામનો નથી. ફક્ત એક જ વસ્તુની મને ઇર્ષા થાય છે કે તને આવી સુંદર પત્ની મળી છે અને તૂ તેને પણ ડિઝર્વ નથી કરતો, તૂ એના લાયક નથી.

Shah Jina