હવે છૂટાછેડા નક્કી જ ને? અભિષેક બચ્ચનની પોસ્ટથી મળ્યો મોટો ઈશારો, જુઓ અભિષેકની ચોંકાવનારી પોસ્ટ

છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની વાતોએ જોર પકડ્યું છે. ત્યારે, આ ચર્ચાને હવે વધુ વેગ મળ્યો છે. કારણ કે, ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મદિવસ પર બચ્ચન પરિવાર તરફથી કોઈએ પણ શુભેચ્છાઓ પાઠવી નથી. ત્યારે લોકોએ તમામ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, અભિષેકની ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ પોસ્ટ હેડલાઈન્સ બનાવી રહી છે.

દર વખતે બચ્ચન પરિવારના કોઈને કોઈ સભ્ય ઐશ્વર્યા રાયને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા હતા, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર કોઈએ તેના વિશે કંઈ કહ્યું નથી. આ દરમિયાન, અભિષેક બચ્ચનની પોસ્ટ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, જેમાં તે AI ટ્રેન્ડ પર કટાક્ષ કરતી વખતે ‘કોમન સેન્સ’ વિશે વાત કરી રહ્યો છે. આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

ઐશ્વર્યાના જન્મદિવસ પર બચ્ચન પરિવારના કોઈ રિએક્શન આવ્યા નથી. અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે ‘મૂર્ખતા’નો સૌથી સચોટ જવાબ શું હોઈ શકે. તેણે ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શન પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કોમન સેન્સ વિશે વાત કરી. જેમાં, અભિષેકે AIનાં વધતા ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે તે ક્યારેય મનુષ્યની સામાન્ય સમજ સાથે મેળ ખાતી નથી.

અભિષેક બચ્ચને કહ્યું કે મૂર્ખતા સામે લડવાનું સૌથી મોટું હથિયાર સામાન્ય જ્ઞાન છે. તે લખે છે, ‘AI ટ્રેન્ડમાં છે, પરંતુ યાદ રાખો કે ‘કોમન સેન્સ’ હંમેશા મૂર્ખતાનો શ્રેષ્ઠ જવાબ છે અને રહેશે!’ તેઓ તેનો ક્યારેય ઉપયોગ કરતા નથી.’ આ વીડિયો તેની આગામી ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશનનો એક ભાગ છે, જેનું નિર્દેશન શૂજિત સરકારે કર્યું છે. આ દરમિયાન, અભિષેકની પર્સનલ લાઈફ પર નજર કરીએ તો ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે ઘણો ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના સંબંધોની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

એવી પણ અફવા છે કે અભિષેકનું ‘દસવી’ એક્ટ્રેસ નિમરત કૌર સાથે અફેર છે. અભિષેક અને ઐશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોમાં મુઝફ્ફર અલીની ‘ઉમરાવ જાન’ અને ‘ધૂમ 2’ પણ સામેલ છે. આ કપલે 2007માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી છે, જેનું નામ આરાધ્યા છે.

Twinkle