‘જેવું પત્ની કહે એવું…’ ઐશ્વર્યા સાથે ડિવૉર્સની અફવા વચ્ચે અભિષેક બચ્ચનની વિવાહિત પુરુષોને સલાહ, જુઓ શું કહ્યું ?

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. એવી અફવા છે કે ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી. વચ્ચે એવા સમાચાર પણ આવ્યા કે કપલ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે. જોકે, બંનેમાંથી કોઈએ અત્યાર સુધી પોતાની વચ્ચેના તણાવને લઈને વાત કરી નથી. આ દરમિયાન અભિષેક બચ્ચને એક એવોર્ડ શો માં હાજરી આપી હતી. જ્યાં તેણે પરિણીત પુરુષોને એક ખાસ સલાહ આપી અને હેપ્પી મેરિડ લાઈફની ટિપ્સ પણ આપી.

અભિષેક બચ્ચનને હોસ્ટનો સવાલ

રવિવારે રાત્રે અભિષેક બચ્ચને મુંબઈમાં એક એવોર્ડ શો માં હાજરી આપી હતી. જ્યાં તેણે જણાવ્યું કે તમામ પરિણીત પુરુષોએ શું કરવું જોઈએ. ‘ડેન્યૂબ પ્રોપર્ટીઝ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2024’ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અભિષેક બચ્ચનને હોસ્ટ પૂછે છે, એક નાનો સવાલ છે તમને, તમે એટલું સારું પરફોર્મન્સ આપો છો કે ક્રિટિક્સ સવાલ ઉઠાવી શકતાં નથી. આ તમે કેવી રીતે કરી લો છો?

પરિણીત પુરુષોને અભિષેક બચ્ચનની સલાહ

આ સવાલના જવાબમાં અભિષેક કહે છે “ખૂબ જ સિમ્પલ છે, તેનું અમારી સાથે કોઈ લેવા-દેવા નથી. અમે તે જ કરીએ છીએ જે ડાયરેક્ટર અમને કરવાનું કહે છે. ચૂપચાપ કામ કરીને ઘરે આવી જાવ છું. જ્યારે હોસ્ટે આ સ્થિતિની સરખામણી પત્નીના બનાવાયેલા નિયમોનું પાલન કરવા સાથે કરી તો અભિષેક કહે છે હા બધા પરિણીત પુરુષોએ આ કરવું જોઇએ. જેવું તમારી પત્ની કહે, તેવું જ કરો.”

રસપ્રદ વાત એ છે કે લગ્ન જીવન અંગે અભિષેક બચ્ચનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અભિષેક અને ઐશ્વર્યાની મેરિડ લાઈફમાં મુશ્કેલીની અફવાઓ ચર્ચામાં છે. આ વર્ષની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા-અભિષેકે અલગ-અલગ હાજરી આપી હતી. બંનેએ સાથે તસવીરો પણ ક્લિક કરાવી નહોતી. આ સિવાય ઐશ્વર્યાએ તાજેતરમાં જ પુત્રી આરાધ્યાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી, જેમાં અભિષેક સહિત બચ્ચન પરિવારનો કોઈ પણ સભ્ય નજર આવ્યો નથી. તેનાથી નેટિજન્સ પણ ચોંકી ગયા હતા.

Twinkle