મનોરંજન

અભિષેક બચ્ચનને મેસેજ આપ્યો કે સરપ્રાઈઝ છે…ફેન્સ બોલ્યા પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા ? જાણો સચ્ચાઈ

બૉલીવુડનું સૌથી પાવરફૂલ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર માતા-પિતા બનવાના છે. આ અમે નહીં પરંતુ પુરા સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ઐશ્વર્યા રાય બચ્ચન બીજી વાર પ્રેગનેન્ટ થવાની ખબરે જોર પકડ્યું હતું. ત્યારે અભિષેક બચ્ચને એક ટ્વીટ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. અભિષેકે એક એવું ટ્વીટ કર્યું છે કે, જે જોઈને ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

હાલમાં જ અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લખ્યું હતું કે, દોસ્તો, તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. જોડાયેલા રહો. અભિષેકે આ ટ્વીટ કર્યા બાદ જ ફેન્સે માની લીધું કે, અભિષેક બીજી વાર પિતા બનવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યાની પ્રેગ્નેન્સીની ખબર જે રીતે આવી રહી છે તે ને અને ટ્વીટને જોડવામાં આવે તો એવું જ લાગે.

આ ટ્વીટ પર ઐશ્વર્યા અને અભિષેકના ફેન્સ લગાતાર ટ્વીટ કરવા લાગ્યા હતા. ફેન્સને લાગી રહ્યું હતું કે, ઐશ્વર્યા પ્રેગનેન્ટ છે. ફેન્સ અભિષેકના ટ્વીટ પર પૂછવા લાગ્યા હતા કે, દીકરી માટે ભાઈ કે બહેન ? , બીજું બાળક. તો અન્ય એક ફેન્સે લખ્યું હતું કે, એક જુનિયર બચ્ચન આવવાનો છે ? ફેન્સની આ કમેન્ટ પર અભિષેકનો કોઈ જવાબ ના હતો. પરંતુ ફેન્સે તેની મરજીથી માની લીધું હતું કે, અભિષેક શું સરપ્રાઈઝ આપવાનો છે.

આવો જાણીએ આ ટ્વીટની સત્યતા શું છે ? આ ટ્વીટ બાદ અભિષેકે ટ્વીટમાં રાજ ખોલ્યું હતું કે, આખરે એ સરપ્રાઈઝ શું છે. આ સરપ્રાઈઝ હતું અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ઝુંડ’ નું ટીઝર. અભિષેક બચ્ચને તેના ટ્વીટમાં ત્રણ પિતા અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ઝુંડ’ નું ટીઝર શેર કર્યું હતું. અભિષેકના આ ટ્વીટએ થોડી જ મિનિટમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી.

અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘મનમરજિયા’માં જોવા મળ્યો હતો. હાલમાં જ તેને શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ સાથે તેનો આગામી પ્રોજેક્ટ ‘બોબ બિસ્વાસ’ની જાહેરાત કરી હતી. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે. આ સાથે જ તેની આગામી ફિલ્મ ‘બિગ બુલ’નું પોસ્ટર પણ રિલીઝ થઇ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (fanpage) (@bachcchan) on