મનોરંજન

એવું તે શું કારણ હતું કે અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ગઈ? બંનેની માએ રાખી હતી આ શરત

સુપરહિટ ફિલ્મો આપતી કરિશ્માનો થયો હતો બચ્ચન પરિવારમાં સંબંધ, પછી આ કારણે સંબંધોમાં પડી ગઈ હતી તિરાડ

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની લવ સ્ટોરી ખુબ જ ચર્ચામાં રહી હતી, બૉલીવુડ સાથે આખો દેશ આ પ્રેમ કહાનીને લગ્નમાં બદલાતા જોવા માંગતું હતું, બંને વચ્ચે સગાઈ પણ થઇ ગઈ પરંતુ આચાનક બંનેની સગાઈ તૂટવાના સમાચાર આવ્યા અને ચાહકો સમેત સમગ્ર બૉલીવુડ પણ વિચારમાં પડી ગયું ? એવું તો કયું કારણ સામે આવ્યું જેના કારણે બંનેની સગાઈ તૂટી ગઈ?

Image Source

વર્ષ 1997માં કરિશ્મા અને અભિષેકમાં સંબંધોને પરિવારની મંજૂરી મળી ગઈ, એટલું જ નહિ અમિતાભના 60માં જન્મ દિવસે જયા બચ્ચને મીડિયા સામે જ કરિશ્મા કપૂરને પોતાના ઘરની થવા વાળી વહુ તરીકે ઓળખાણ કરાવી હતી. જ્યાં એક તરફ કરિશ્મા અને અભિષેકના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ હતું ત્યાં જ અચાનક બંનેની સગાઈ તૂટવાના સંચરે ચાહકોને હેરાન  કરી દીધા.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ ખબરો આવી કે સગાઈ તૂટવાનું કારણ કરિશ્મા કપૂરની મા બબીતા કપૂર હતી. જો કે સગાઈ તૂટવાના વર્ષો પછી પણ અભિષેકે ક્યારેય કરિશ્મા સાથેના સંબંધ તૂટવાનું કારણ હજાઉ સુધી નથી જણાવ્યું.

Image Source

વર્ષો પહેલા જયા બચ્ચને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે :સગાઇ તૂટવા પાછળ કોઈ પરિવાર જવાબદાર નથી, પરંતુ સાચી વાત એ છે કે આ અભિષેકનો નિર્ણય હતો, જેને તેને પોતાની જાતે જ લીધો છે.” પરંતુ ઇન્ડસ્ટ્રીમાં આ વાતને લઈને કઈ જુદી જ રાય સામે આવી રહી હતી. જેની પાછળનું કારણ બબીતા કપૂરને માનવામાં આવતું હતું.

Image Source

રિપોર્ટ્સ પ્રમાણે જોઈએ તો બબીતા કપૂર રણધીર કપૂર સાથેથી અલગ થયા બાદ ઘણા મુશ્કેલી ભર્યા દિવસોમાંથી પસાર થઇ રહી હતી.  બબીતા તેની બંને દીકરીઓ કરિશ્મા અને કરિનાની બહુ સારી રોતે દેખભાળ કરવા માંગતી હતી. બબિતાને પૈસાનું મહત્વ પણ ખબર હતું જેના કારણે તે પોતાની બંને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતી હતી.

Image Source

90ના દાયકામાં કરિશ્મા કપૂર બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ હતી, તો બીજી તરફ અભિષેક બચ્ચન માત્ર અમિતાભના દીકરાના રૂપમાં પોતાની ઓળખાણ બનાવી શક્યો હતો. એ સમય બચ્ચન પરિવાર પણ આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો હતો, અમિતાભના કેરિયરમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા હતા. અને સાથે જ પ્રોડક્શન હાઉસ પણ ફેલ થઇ ગયું હતું.

Image Source

જ્યારે બાદ બબીતા કપૂરે પોતાની દીકરી કરિશ્મા કપૂરનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે અમિતાભ સામે એક શરત રાખી હતી. બબીતાએ એવી શરત રાખી કે પ્રોપર્ટીનો કેટલોક ભાગ અભિષેકના નામે કરી દેવામાં આવે. જોકે બબીતાની આ શરત અમિતાભને મંજુર નહોતી, અને તેના કારણે જ એવું કહેવામાં આવે છે કે અભિષેક અને કરિશ્માની સગાઈ પણ તોડી દેવામાં આવી હતી.