ફેસબુક પર થઇ મુલાકાત…બંને વચ્ચે વધી વાતો અને પછી આપી બેઠા એક બીજાને દિલ, અનોખી છે આ સમલૈંગિક જોડાની કહાની, જુઓ તસવીરો

તાજ મહેલ સામે જ ચૈતન્યએ તેના ખાસ મિત્ર અભિષેકને લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ… સમલૈંગિક જોડાના લગ્નની તસવીરો પણ થઇ વાયરલ, જુઓ

છેલ્લા થોડા સમયમાં સમલૈંગિક જોડાની ઘણી કહાનીઓ આપણી સામે આવી છે. જેમાં ઘણા યુવકો પોતાના મિત્રો સાથે પ્રેમ કરીને લગ્નના બંધનમાં બંધાતા હોય છે. તો ઘણીવાર બે યુવતીઓ પણ એક બીજાને દિલ આપી બેસે છે અને સમાજ તેમજ લોકોની ચિંતા કર્યા વગર લગ્નના બંધનમાં પણ બંધાઈ જતી હોય છે.

એવી જ એક કહાની છે ગત વર્ષે કોલકાત્તામાં એક ગે કપલ લગ્નના બંધનમાં બંધાયું હતુ તેમની. લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્માએ એક ખાસ સમારંભમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. અભિષેક રે કોલકાતા સ્થિત ડિઝાઇનર છે.

તેણે પોતાના ખાસ મિત્ર ચૈતન્ય શર્મા સાથે શાસ્ત્રો અનુસાર મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા. લગ્ન કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. આ લગ્નમાં સંગીત સેરેમનીથી લઈને સગાઈ અને હલ્દી તેમજ મહેંદી સુધીની તમામ વિધિઓ કરવામાં આવી હતી. બંને પરિવાર એક સાથે હતા અને તેઓએ ઉમળકાભેર દંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા.

ત્યારે હવે તેમની લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પોતાની લવ સ્ટોરી વિશે ચૈતન્યએ કહ્યું “અમે ફેસબુક પર મળ્યા હતા અને અમે છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. અભિષેકના પરિવાર અને તેના મિત્રોએ શરૂઆતથી જ આ સંબંધને ટેકો આપ્યો હતો. મારા પરિવારમાં થોડો ખચકાટ હતો, પરંતુ તેઓ પણ ટૂંક સમયમાં આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા.”

 

View this post on Instagram

 

A post shared by Red Launchers (@red.launchers)

ચૈતન્યએ આગળ કહ્યું “અમારા બંને માટે સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે મેં તાજમહેલની સામે અભિષેકને પ્રપોઝ કર્યું.” ચૈતન્યએ દેશભરમાં હાજર સમલૈંગિક યુગલોને સંદેશ પણ આપ્યો હતો. તેણે કહ્યું “અમને લાગે છે કે અમે સમાજમાં LGBTQ + ની સ્વીકૃતિ તરફ ખૂબ જ જવાબદાર પગલું ભર્યું છે. અમારા આ પગલાથી ઘણા સમલૈંગિક યુગલોને હિંમત મળી હશે. અમે LGBTQ+ સમુદાયને જે સંદેશ મોકલવા માંગીએ છીએ તે છે બહાદુર બનો, તમારું દિલ જેવું જીવવા માંગે છે તેવું જીવન જીવો અને તમારા અધિકારો માટે લડો”

Niraj Patel