તૂટવાના છે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્ન ? ઇન્ડસ્ટ્રીમાં મચી ખલબલી, જાણો સમગ્ર મેટર

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેને સાથે જોયા બાદ ચાહકોની નજર આ કપલ પરથી હટતી નથી. ત્યારે હાલમાં જ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું ભવ્ય લોન્ચિંગ હતું. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. મા-દીકરીએ એકસાથે પેપરાજીને અનેક પોઝ આપ્યા હતા. બંને ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર પણ લાગી રહ્યાં હતાં.

આ ઈવેન્ટમાં ઐશ્વર્યા અને આરાધ્યા સાથે અભિષેક બચ્ચન જોવા મળ્યો નહોતો અને અભિષેકની ગેરહાજરીથી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અભિષેક ઈવેન્ટમાં ન પહોચ્યા બાદ લોકોએ અનેક અટકળો લગાવવાની શરૂ કરી દીધી. ત્યારે હવે લોકો એવું કહી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી અને તેમના સંબંધો તૂટવાની કગાર પર છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટરના લોન્ચિંગ ઇવેન્ટમાં ઐશ્વર્યાનું તેની દીકરી સાથે એકલા આવવું એ લોકોને ખટક્યુ અને લોકોએ ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા કે એશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ ઠીક નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય અભિષેકથી અલગ રહે છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓ ખાસ કરીને તેની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન સાથેના કેટલાક મુદ્દાઓને કારણે આરાધ્યા સાથે અલગ રહે છે, જેના કારણે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવની ખબર સામે આવી રહી છે. જો કે, આ તો ખાલી અહેવાલો છે પણ હકિકત શું છે એ તો એશ્વર્યા અને અભિષેક જ કહી શકે છે.

જણાવી દઇએ કે અભિષેક અને ઐશ્વર્યાએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. આ કારણે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચ્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ ઐશ્વર્યાએ 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લે તમિલ ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર વિક્રમ ઉપરાંત કાર્થી, ઐશ્વર્યા રાય, ત્રિશા કૃષ્ણન અને અભિનેત્રી શોભિતા ધુલીપાલા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે હવે આ ફિલ્મની સિક્વલ ટૂંક સમયમાં આવવાની છે.

Shah Jina