GujjuRocks

જયારે અભિષેકે ટ્રોફીને નીચે રાખી હતી ત્યારે ઐશ્વર્યનો ગુસ્સો હતો સાત આસમાને, જાણો અભિષેકની જિંદગીના 3 કિસ્સા

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને જુનિયર બચ્ચન અભિષેક બચ્ચન એટલે કે બાપ-દીકરાની જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ ‘પા’ ફિલ્મમાં બંનેનું કામ ઓળખવા લાયક છે. સિનિયર અને જુનિયર બચ્ચનને આ માટે જોડી નંબર વનનો એવોર્ડ પણ મળ્યો હતો. પા ફિલ્મને તે વર્ષે એક્ટર-એક્ટ્રેસની નેશનલ ફિલ્મ એવોર્ડથી લઈને ફિલ્મ ફેર, આઇઆઇએફએ, સ્ટારડસ્ટ અને સ્ટાર સ્ક્રીન એવોર્ડમાં ધૂમ મચાવી હતી.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને આ પહેલા પણ સરકાર, કભી અલવિદા ના કહેના, ઝૂમ બરાબર ઝૂમ, સરકાર રાજ, બંટી ઔર બબલી જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. પરંતુ હંમેશા લોકો એ જ જોતા હોય છે કે, અભિષેક બચ્ચન હાલ કંઈ ફિલ્મ કરી રહ્યો છે અથવા કંઈ ફિલ્મ કરશે. અભિષેકની કરિયરને પહેલા લોકો ફોલો કરતા હતા કારણકે તે એક સ્ટારપુત્ર છે. બાદમાં લોકો તેને જુનિયર બચ્ચન અથવા એબી બેબીના નામથી ઓળખવા લાગ્યા હતા.

અભિષેક બચ્ચનની કરિયર તેના પિતા ની કરિયરથી ઘણી પાછળ કે. ભારતના સારામાં સારા નિર્દેશક પૈકી એક મણિરત્નમે યુવા, રાવણ ને ગુરુ જેવી ફિલ્મમાં અભિષેકને રોલ આપ્યો હતો. અભિષેક બચ્ચને ત્રણ વર્ષ સુધી લગાતાર ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. અભિષેકની છેલ્લી ફિલ્મ ‘મનમરજિયા’માં પણ તેની તારીફ કરવામાં આવી હતી. આ બાદ અભિષેકની કરિયર પૂરું થયુ નથી.

અભિષેક બચ્ચન શાહરુખ ખાનને લઇને એક ફિલ્મ પ્રોડ્યુસર કરી રહ્યું છે. આ મૂવીનું નામ છે બૉમ્બ બિસ્વાસ. આ વિદ્યા બાલનની ફિલ્મ સસ્પેન્સ થ્રિલર મુવી છે. આ કહાની સ્પિન ઓફ છે. અનુરાગ બાસુ અભિષેક બચ્ચનને લઈને ‘ લુડો’ ફિલ્મ બનાવી રહ્યા છે. જે ફિલ્મ એપ્રિલ-મે મહિનામાં રિલીઝ થશે. આ સાથે જ ખબર તો એવી પણ મળી રહી છે કે, ‘પા’ ફિલ્મની રીમેક પણ આવી રહી છે.

આજે અમે તમને જણાવીશું અભિષેક બચ્ચનના ત્રણ મજેદાર કિસ્સા.

જયારે આમિર ખાને ‘તારે જમીન પર’ ફિલ્મમાં કહ્યું હતું કે, બાળપણમાં અભિષેક ને પણ ડીસલેક્સિયા હતો.

આમિરે ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ ડીસલેક્સિયા પર બનેલી એક સંવેદનશીલ ફિલ્મ છે. ડીસલેક્સિયા એક પ્રકારની રાઇડિંગ ડીસઓર્ડર છે. આ બીમારીના લક્ષણો એવા હોય છેકે જેમાં લોકોનેવાંચવા અને લખવામાં તકલીફ પડે છે. આ ફિલ્મમાં આમિર ખાન ડીસલેક્સિયાથી પીડિત એક બાળકને અભિષેક બચ્ચનનું ઉદાહરણ આપી કહે છે કે તેને પણ ડીસલેક્સિયા હતો. આજે તે બધી જરીતે ધૂમ મચાવી રહ્યો છે.

અભિષેક બચ્ચન ક્યારે પણ એવોર્ડને માથા પર નથી ચઢવા દેતા.

આપણે બધાને ખબર છે કે, અભિષેક બચ્ચનની કબડ્ડીની ટિમ છે. ‘જયપુર પિન્ક પેન્થર્સ.’ આ ટિમ 2014માં જ પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતી હતી. આ કબડ્ડી ટીમની સફર ઘણી ઉતાર-ચડાવ વાળી રહી છે. અભિષેક બચ્ચન આ પછી એક પણ ટ્રોફી નહીં જીતી શક્યો. અભિષેક બચ્ચનની એક ટિમ ચેન્નાઇની ‘સત્યભામા યુનિવર્સીટી’ માં ટ્રેનિંગ માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત આ યુનિવર્સીટીના ફાઉન્ડર કર્નલ જેપીઆર સાથે થઇ હતી. કર્નલ જેપીઆરની ઓફિસમાં બે-ચાર ખુરશીઓ અને જમીનથી સજાવેલી ટ્રોફીઓ સિવાય કંઈ હતું નથી. અભિષેક બચ્ચન કર્નલ જેપીઆરના સાદા જીવન અને ઉચ્ચ વિચારવાળી જીવન શૈલીની ઘણો પ્રભાવિત થઇ ગયો હતો. જયારે અભિષેકે કર્નલને પૂછ્યું હતું કે આ ટ્રોફીઓ જમીન પર કેમ રાખી છે ત્યારે કર્નલ જેપીઆર બોલ્યા હતા જે ક્યારે ઓન પુરસ્કારોને માથા પર ચડવા દેવા ના જોઈએ. અભિષેકે આ બાબતે તેની ઓફિસમાં ટ્રાય કરવાનું વિચાર્યું તો તેને ઐશ્વર્યા રાય ઘણી નારાજ હિયા ગઈ હતી જેના કારણે ૨ દિવસ હોલમાં સૂવું પડયું હતું.

શું બબીતાને કારણે તૂટી હતી કરિશ્મા અને અભિષેકની સગાઈ ?
કરિશ્મા અને અભિષેકની સગાઈ અમિતાભ બચ્ચનના 60માં જન્મદિવસ પર એટલે કે 2002માં થઇ હતી. કરિશ્માએ જણાવ્યું હતું કે., અભિષેકે મને ડાયમંડની રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. આ બધું અચાનક થઇ ગયું હતું કે હું ઇન્કાર કરી શકી ના હતી. કરિશ્મા અને અભિષેકની સગાઈ ચાર મહિના પણ ચાલી ના હતી. આ સગાઇ તોડવાં પર લોકો કરિશ્માનો વેન કાઢી રહ્યા છે. પરંતુ આખરે શું થયું હતું જે હજુ સુધી ખબર નથી.

જયારે કરિશ્મા અને અભિષેકની સગાઇ થઇ ત્યારે કરિશ્મા સુપર સ્ટાર હતી જયારે અભિષેકના ખાતામાં 17 ફ્લોપ ફિલ્મ હતી. આ સાથે જ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ કરોડો રૂપિયાના ગોટાળામાં ચાલી રહી હતી. તેથી બબીતાએ શરત રાખી હતી કે, છૂટાછેડાના હિસ્સામાં અભિષેકની પ્રોપટીન અડધો હિસ્સો કરિશ્માને આપવામાં આવે તો આ સાથે જ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનની પ્રોપટીનો હિસ્સો અભિષેકના નામ પર લગ્ન પહેલા જ ટ્રાંસફર કરવામાં આવે.
આ હતા અભિષેકની જિંદગીના ત્રણ કિસ્સા.

Exit mobile version