આ કોના ખોળામાં બિકી પહેરી બેસી રૂબિના દિલૈક, આપ્યો હોટ પોઝ, PHOTOS જોતા જ ખલબલી મચી જશે

ટીવીની પોપ્યુલર અભિનેત્રી અને બિગબોસ વિનર રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા તેમના વેકેશનની પળોની અપડેટ સોશિયલ મીડિયા પર આપતા રહે છે. હાલમાં જ બંનેએ માલદીવમાં તેમનો હોલિડે મનાવ્યો. જયાંથી તેઓ પરત ફરી ચૂક્યા છે. અભિનવે માલદીવની એક સ્પેશિયલ મોમેન્ટની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

રૂબીના દિલૈક તેની એક્ટિંગની સાથે તેની ફેશન સેન્સ માટે પણ સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. રૂબીના દિલૈક ટીવીના ફેમસ શો બિગ બોસનું ટાઈટલ પણ જીતી ચૂકી છે. રૂબીના દિલૈક ટીવી અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીના લેટેસ્ટ ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ તસવીરમાં રૂબીના તેના પતિ અભિનવ શુક્લાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. રૂબીનાનો આ લુક જોઈ નેટીઝન્સના હોશ ઉડી ગયા છે. ટીવીની વહુનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર તેના ફેન્સને પ્રભાવિત કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Shukla (@ashukla09)

તસવીરમાં, અભિનવ પૂલની બાજુમાં શર્ટલેસ બેઠેલો જોવા મળે છે, જ્યારે રૂબીના બિકીની પહેરીને અભિનવના ખોળામાં બેઠેલી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દેનારી રૂબીનાએ માલદીવ વેકેશનના ઘણા ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કર્યા છે, જેને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી.

અભિનવ શુક્લા-રુબિના દિલૈક તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં વેકેશન મનાવવા ગયા હતા. ત્યાંથી બંનેએ ચાહકો માટે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. રૂબીના અને અભિનવ બંને ફેન્સ માટે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતા રહે છે.

બિગબોસ-14થી ચાહકોએ આ કપલને પ્રેમ આપવાનું શરૂ કર્યું છે, જો કે રૂબિના અને અભિનવ લગ્ન પછી છૂટાછેડા લેવાના હતા, પરંતુ બિગ બોસ શોએ બંનેને એક કરી દીધા. ત્યારપછી બંનેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ અને હવે બંનેના પ્રેમને જોઈને લાગે છે કે બંનેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.

Shah Jina