ખબર ફિલ્મી દુનિયા

ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ખોલ્યા બોલીવુડના ઘણા રહસ્યો, સલમાન ખાન પરિવાર પર ગંભીર આરોપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડમાં સોશિયલ મીડિયા ઉપર એક યુદ્ધ શરૂ થઇ ગયું છે, જેની અંદર બોલીવુડના ઘણા અભિનેતાઓ તેમજ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયા ઉપ્પર પોસ્ટ કરી અને એક બીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે, હવે આ મુદ્દે દબંગ ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પણ મેદાનમાં આવી ગયા છે તેમને ફેસબુક ઉપર એક મોટી પોસ્ટ મૂકી અને સુશાંતની આત્મહત્યાના મામલામાં વિસ્તૃત તપાસ કરવાની પણ માંગણી કરી છે.

Image Source

આ પોસ્ટની અંદર અભિનવન કશ્યપે તેમની સાથે થયેલા બોલીવુડના ખરાબ અનુભવોનું પણ વર્ણન કર્યું છે. તેમને યશરાજ ફિલ્મની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ઉપર પણ લોકોનું કેરિયર બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમને સલમાન ખાન પરિવાર ઉપર પણ ગંભીર આરોપો મુખ્ય છે.

Image Source

તેમને જણાવ્યું કે “દબંગ-2″થી તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં સલમાન ખાને તેમનું કેરિયર બરબાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો. હવે અભિનવના આ જવાબ ઉપર તેના ભાઈ અનુરાગ કશ્યપે તેનાથી પોતાને અલગ કરી લીધો છે.

આ સાથે જ અનુરાગ કશ્યપે ટ્વીટર ઉપર એક પોસ્ટ પણ શેર કરી છે જેની અંદર તેમને લખ્યું છે કે: લોકો જાણવા માંગે છે અને મીડિયા મને ફોન કરી રહ્યું છે. આને અધિકારીક જવાબ સમજવામાં આવે? લગભગ બે વર્ષ પહેલા અભિનવે મને સ્પષ્ટ રૂપે કહી દીધું હતું કે હું તેના કામની મને દૂર રાખું. તે જે પણ કહે છે અને કરે છે, તેના ઉપર મારુ કંઈપણ કહેવું ઉચિત નથી.”

અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેના ભાઈઓ ઉપર ગંભીર આરોપો મુખ્ય હતા. દબંગ-2 ફિલ્મની તેમને બહાર કાઢવાનું કારણ હતું કે અરબાઝ ખાન અને સોહેલ  ખાન પોતાના પરિવાર સાથે મળીને મારા કેરિયર ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને મને ખુબ જ ડરાવવા ધમકાવવામાં આવ્યો હતો.

Image Source

અભિનવ કશ્યપે એમ પણ કહ્યું હતું કે” રબાજે મારો બીજો પ્રોજેક્ટ પણ બગાડી દીધો હતો જે શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સ સાથે હતો. જેને મેં મિસ્ટર રાજ મહેતાના કહેવા ઉપર સાઈન કર્યો હતો. તેમને મારી સાથે કામ કરવા ઉપર ગંભીર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી. સલમાન ખાન અને તેમના પરિવારે ફિલ્મના રિલીઝમાં પણ રોડ નાખ્યા. “બેશરમ”ના રિલીઝના પહેલા જ તેમના પીરોએ મારા ઉપર ખુબ જ કીચડ ઉછાળ્યો, મારા વિરુદ્ધ નેગેટિવ કેમપેઇન ચલાવવામાં આવ્યું, હાલત એવું થઇ ગઈ કે ડિસ્ટ્રીબ્યુટર્સ મારી ફિલ્મ ખરીદતા પહેલા જ ડરી ગયા.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.