કૌશલ બારડ ખબર લેખકની કલમે

અભિનંદન મારા કરતા પણ સવાયો નીકળ્યો! વાંચો એરફોર્સ સુપ્રીમોએ અભિનંદન સાથે ભરેલી છેલ્લી ઉડાન વિશે

એક તસ્વીર હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ રહી છે. તસ્વીર ભારતીય વાયુસેનાની છે. લડાયક વિમાન મિગ-21 પર ભારતના એર-ચીફ-માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન ઉડાન ભરે છે!

2 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતના પઠાણકોટ એરબેઝ પર આ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે બી.એસ.ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદને એકસાથે લડાયક વિમાન મિગ-21માં ઉડાન ભરી. આ એ જ મોડલનું વિમાન હતું જેના વડે 27 ફેબ્રુઆરી, 2019ના દિવસે અભિનંદને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનના અત્યાધુનિક અમેરિકન બનાવટના F16 વિમાનને તોડી પાડ્યું હતું. એ દિવસ તો જાણે આજની ભારતીય પેઢી માટે દિલોદિમાગ પર સજ્જડ રીતે જડાઈ જ ગયો છે!

Image Source

લગભગ સાડા અગિયાર વાગ્યે વિંગ કમાન્ડર સાથે એર-ચીફ-માર્શલે મિગ-21માં ઉડાન ભરી. બી.એસ.ધનોઆ આગળની સીટ પર અને વિંગ કમાન્ડર પાછળની સીટ પર બેસીને વિમાનને કંટ્રોલ કરતા જોવામાં આવ્યા. વિમાન સ્ટાર્ટ થયાના એકાદ મિનિટમાં તે નીલા આસમાનમાં હતું. વિવિધ કરતબો કરીને વિમાને ફરી પઠાણકોટ એરબેઝ પર લેન્ડીઁગ કર્યું.

એર સુપ્રીમોની છેલ્લી ઉડાન —

ઉલ્લેનીય છે, કે ફાઇટર વિમાનમાં ધનોઆની આ છેલ્લી ઉડાન હતી. તેઓ સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થવાના છે. વિંગ કમાન્ડર અભિનંદન સાથે ઉડાન ભરવાની ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હું ખુશ છું કે અભિનંદનને તેમની ફ્લાઇઁગ શ્રેણી પાછી મળી ગઈ છે.

Image Source

મને નવ મહિના લાગ્યા હતા —

ઉલ્લેખનીય છે, કે બી.એસ.ધનોઆએ 1999ના કારગિલ યુધ્ધમાં વાયુસેનાની 17મી સ્ક્વોડ્રનનું નેતૃત્ત્વ કરેલું. અભિનંદન સાથેની ઉડાન બાદ તેમણે કહ્યું, કે મને પણ ફ્લાઇટ વિમાન ઉડાડવામાંથી ઇજેક્ટ કરવામાં આવેલો. મને ફરીવાર એ મેળવતા 9 મહિના લાગેલા જ્યારે અભિનંદને 6 મહિનામાં જ ફ્લાઇંગ શ્રેણી પાછી મેળવી લીધી છે.

Image Source

ઉલ્લેખનીય છે, કે બી.એસ.ધનોઆએ અભિનંદનના પિતા સાથે પણ વિમાન ઉડાડેલું છે! તેઓ આ વાતને એમની વચ્ચેની સમાનતાનાં રૂપમાં દર્શાવી રહ્યા હતા.

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks