મનોરંજન

ઇન્ડિયન આઇડલના પહેલા વિજેતા અભિજીત સાવંત આજે જીવી રહ્યા છે આવું જીવન, જાણો ક્યાં છે આજે અને શું કરે છે

રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની શરૂઆત 13 વર્ષ પહેલા વર્ષ 2005 માં થઇ હતી, ત્યારથી લઈને આજે સુધીની દરેક સીઝન હિટ રહી છે. ઇન્ડિયન આઈડલના પહેલા શો માં પહેલા વિજેતા અભિજીત સાવંત બન્યા હતા, જેણે તે સમયે ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી.પણ શું તમે જાણો છો કે હાલ અભિજીત ક્યાં છે અને શું કરી રહ્યો છે?

Image Source

ઇન્ડિયન આઈડલના પહેલા વિજેતા બનેલા અભિજીતનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. જેણે ઇન્ડિયન આઈડલના પહેલા સીઝનમાં ભાગ લીધો અને વિજેતા પણ બની ગયા. 130 પ્રતિયોગિતાના ઓડિશનમાંથી તે આ મંચ સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા હતા અને 11 કન્ટેસ્ટન્ટને હરાવીને વિજેતા બન્યા હતા.

Image Source

વિજેતા બનીને અભિજીત રાતોરાત સ્ટાર બની ગયા હતા અને સંગીતની દુનિયાનું અનોખું નામ બની ગયા હતા. જેના પછી અભિજીતે ‘આપકા અભિજીત’ નામનું આબ્લમ લોન્ચ કર્યું હતું જેનું ગીત ‘મોહબ્બતેં લૂંટાઉંગા’ ખુબ હિટ રહ્યું હતું. તેનું બીજું આબ્લમ સોન્ગ જૂનુંન પણ ખુબ હિટ રહ્યું હતું. જેના પછી તેણે આશિક બનાયા આપને ફિલ્મનું ‘મરજાવા’ગીત પણ ગાયું હતું અને અચાનક જ ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ગયા.

Image Source

ઇન્ડિયન આઇડલ શો ને જીત્યા પછી અભિજીતે ‘જો જીતા વહી સુપરસ્ટાર’ અને ‘એશિયન આઇડલ’ માં બીજા અને ત્રીજા રનર અપ તરીકે પણ જીત મેળવી હતી. આ સિવાય અભિજીતે હુસેન સાથે મળીને ઇન્ડિયન આઇડલ-5 ને પણ હોસ્ટ કર્યો હતો.

Image Source

એક સમય એવો હતો કે જયારે લોકો અભિજીતનના ગીતો ગુનગુનાવતા રહેતા હતા અને આજે એ હાલ માં ઘણી ઇવેન્ટ અને શો માં નજરે આવ્યા હતા અને હાલમાં જ ઘણી ઇવેન્ટ હોસ્ટ પણ કરી છે, ભારત અને વિદેશમાં તે સતત સ્ટેજ શોઝ કરી રહ્યો છે, તેમના વિદેશમાં પણ ઘણા ચાહકો છે

Image Source

જો કે અમુક વર્ષો પછી અભજિતે પત્ની શિલ્પા સાથે નચ બલિએ-4માં ભાગ લીધો હતો. સિગિંગની દુનિયાના સ્ટાર એવા અભિજીતનો ડાન્સ પણ દર્શકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને અમુક એપિસોડ પછી તે એલિમિનેટેડ થઇ ગયા હતા. જેના પછી અભિજીત કપિલ શર્મા સાથે કોમેડી શો માં પણ જોવા મળ્યા હતા.

Image Source

અમુક સમય પહેલા અભિજીતના શિવસેનામાં જોડાવાની પણ ખબર મળી હતી પણ અભિજીતે તેને માત્ર અફવા જણાવી હતી. એવી પણ ખબરો સામે આવી હતી કે વર્ષ 2010માં અભિજીત પોતાના મિત્રો સાથે જઈ રહ્યા હતા અને તેની બે મહિલા મિત્રની ગાડીને એક સ્કૂટરે ટક્કર મારી દીધી હતી લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. જ્યારે અભિજીતે મામલાને શાંત કરવાની કોશિશ કરી તો લોકોએ અભિજીતની સાથે પણ લડાઈ કરવાનું શૂર કરી દીધું હતું, ત્યારથી લઈને અભિજીત ક્યારેય લાઇમલાઈટમાં દેખાયા નથી.

Image Source

અભિજીત પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ભારત અને વિદેશમાં તે સતત સ્ટેજ શોઝ કરી રહ્યો છે, તેમના વિદેશમાં પણ ઘણા ચાહકો છે.