13 વર્ષ પહેલા શરૂ થયેલો રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના પહેલા વિજેતા બનેલા અભિજીત સાવંતના ચાહકો માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી સંગીત દુનિયાથી દૂર રહેલા અભિજીત સાવંત કોરોના સંક્રમિત થઇ ગયા છે.
જેની જાણકરી અભિજીતે ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી છે અને લખ્યું કે,”હું કોવીડ-19 થી સંક્રમિત થઇ ગયો છું. સુરક્ષિત રહો અને સાવધાની વર્તો. માસ્ક પહેરવાનું ન ભૂલો”. અભિજીતના ચાહકો તેના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
આ સિવાય અભિજીતે ઇન્સ્ટા સ્ટોરી પર વીડિયો શેર કરીને મજાકના અંદાજમાં કહ્યું કે,”કોરોના વાયરસ આગળના 14 દિવસો સુધી મારો મિત્ર છે. જો કે મોટાભાગે હું પોઝિટિવ જ છું, પણ આ વખતે તે કોવીડ-19 પોઝિટિવ થઇ ગયો છું”.
I tested Covid positive.. Be safe take all precautions. Don’t ignore wearing mask 🙏🏽 #CoronavirusIndia #COVIDSecondWave #Govinda #bollywoodsinger #Bollywood
— Abhijeetsawant (@abhijeetsawant5) April 5, 2021
આ સિવાય અભિજીતે લોકોને કોઈપણ લક્ષણ દેખાવા પર ડોકટરી તપાસ કરાવવાની અને હેન્ડ સેનિટાઇઝ અને માસ્ક પહેરવાની પણ સલાહ આપી છે. આગળના અમુક દિવસોમાં અક્ષય કુમાર, ગોવિંદા, આલિયા ભટ્ટ, આર માધવન, આદિત્ય નારાયણ સહીત બોલીવુડના ઘણા લોકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે અને હાલ તેઓ હોમ ક્વૉરૅન્ટિન છે.