ખબર

કોરોના ના હાહાકાર વચ્ચે વધુ એક ખરાબ સમાચાર: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના સામેની લડત હારી ગયા

લાગે છે 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાની મહામારી સામે હારી ગયા હતા. ત્યારે વધુ એક રાજ્યસભાના સાંસદ કોરોનાની મહામારી સામે હારી ગયા છે.

Image source

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું 2 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે. ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ પણ અભય ભારદ્વાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ લખ્યું કે, અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા.

જણાવી દઈએ કે, અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા.આ સાથે જ તેઓ રાજકોટ બાર એસોસિયેશનનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અભય ભાઈ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે.