54 બાળકો, 6 પત્નીઓ, મોતના 5 દિવસ પહેલા પરિવાર માટે રોટલો રડતો રહ્યો આ વ્યક્તિ, હવે નિધન બાદ આખો પરિવાર શોકાતુર બન્યો

6 પત્નીઓ અને 54 બાળકોનો ભાર ના ઉઠાવી શક્યા કાકા, છેલ્લા શ્વાસ સુધી પરિવારની જરૂરિયાતો પુરી કરવામાં લાગ્યો રહ્યો અને હવે થયું નિધન

મોત કોને ક્યારે આવી જાય તે કોઈ નથી જાણતું. ઘણા લોકોને હાલતા ચાલતા કામ કરતા કરતા પણ મોત ભરખી જતું હોય છે અને તેમાં પણ જો પરિવારના મોભીનું મોત થાય તો આખા પરિવાર પર શું વીતે તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. હાલ એવી જ એક વ્યક્તિના નિધનની ખબર વાયરલ થઇ રહી છે. જેને 54 બાળકો અને 6 પત્નીઓ છે.

આ વ્યક્તિ પાકિસ્તાનમાં રહેતો હતો. તેનું નામ અબ્દુલ મજીદ મેન્ગલ છે. હાલ તેનું 75 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તે હૃદયની બીમારીથી પીડિત હતો. તે પાકિસ્તાનના નોશકી જિલ્લામાં રહેતો હતો અને ટ્રક ડ્રાઈવિંગનું કામ કરતો હતો. તેણે પહેલા લગ્ન 18 વર્ષની ઉંમરમાં કર્યા હતા. એક એક કરીને અબ્દુલે કુલ 6 લગ્ન કર્યા હતા.

આ 6 પત્નીઓમાંથી તેની 2 પત્નીઓનું નિધન થઇ ગયું છે. તેના 54 બાળકોમાંથી 12 બાળકો તો ટેનમાં જીવતા જીવંત ગુજરી ગયા હતા. હવે 42 બાળકો જીવિત છે જેમાં 22 છોકરા અને 20 છોકરીઓ છે. મજીદના દીકરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે 54 બાળકોની જરૂરિયાતોને પૂર્ણ કરવી કોઈ સરળ કામ નહોતું, પરંતુ મારા પિતા આખી જિંદગી કામ કરવામાં લાગેલા રહ્યા. વૃદ્ધાવસ્થા છતાં તે તેમની મોતના પાંચ દિવસ પહેલા સુધી પરિવાર માટે રોજી રોટી કમાવવા ગાડી ચાલવતા રહ્યા.

વર્ષ 2017માં જયારે પાકિસ્તાનમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે અબ્દુલ મજીદ ચર્ચામાં આવ્યો હતો ત્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન અબ્દુલ મજીદે કહ્યું હતું કે પૈસાની અછતને કારણે તે પોતાના બાળકોને દૂધ પણ નથી આપી શકતા. ઘણા બાળકો યોગ્ય પોષણના અભાવે મૃત્યુ પામ્યા છે. જ્યાં સુધી શિક્ષણનો સવાલ છે, મજીદ ફક્ત તેના મોટા પુત્રને યોગ્ય રીતે શિક્ષણ આપી શક્યા. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ સમસ્યાઓ વધતી ગઈ.

Niraj Patel