અંજારમાં વેપારીના પુત્રનું થયું ફિલ્મી ઢબે અપહરણ, દીકરાને છોડવા માટે 1.25 કરોડની માંગી ખંડણી, જુઓ

કચ્છમાં ઘરેથી કોલેજ જવા માટે નીકળેલો દીકરો પાછો જ ના આવ્યો, મમ્મીના ફોનમાં આવ્યો અપહરણનો ફોન, માંગ્યા સવા કરોડ રૂપિયા, જાણો સમગ્ર મામલો

Abduction Of Kutch Timber Merchant’s Son : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અપરાધના મામલાઓ સતત વધી રહ્યા છે. ક્યાંક કોઈની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે છે, તો ક્યાંય મારામારીની ઘટનાઓ સામે આવે છે, આ સાથે જ અપહરણના મામલાઓ પણ સતત સામે આવતા રહે છે. ત્યારે હાલ એવો જ એક મામલો કચ્છના અંજારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વેપારીના 19 વર્ષના પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ કરીને 1.25 કરોડની ખંડણી પણ માંગવામાં આવી છે.

19 વર્ષના યુવકનું અપહરણ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંજારના મેઘપ૨ બોરીચીમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતા અને ટિમ્બરના વ્યવસાય સાથે સંકળાયેલા સંજીવ તોમરનો 19 વર્ષનો દીકરો યશ તોમર સવારે 10 વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો. પરંતુ તે સાંજે 5 વાગ્યા સુધી ઘરે પહોંચ્યો નહોતો અને તેના બાદ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેની માતાના ફોન પર ફોન આવ્યો હતો અને યશનું અપહરણ થયું છે અને ખંડણી માટે સવા કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

માતાને આવ્યો ખંડણી માટે ફોન :

આ ઘટનાને લઈને યશની માતા રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી. ત્યારે પોલીસે પણ આ મામલે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી. યશના પિતા સંજીવ તોમર ટિમ્બરના વેપારી હોવાની સાથે બ્રોકર પણ છે અને તેના કારણે તેઓ પોતાના ધંધાર્થે દિલ્હી ગયા હતા, પરંતુ દીકરાના અપહરની જાણ થતા જ તે પણ પરત આવી ગયા. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી અને CCTV ચેક ફંફોસવાના શરૂ કર્યા હતા.

પોલીસે બનાવી 10 ટીમો :

જેમાં યશ છેલ્લે આદિપુર સંતોષી માતાના મંદિર નજીક સ્પોટ થયો હોવાનું જોવા મળ્યું હતું. ફુટેજમાં તેની પાછળ અજાણ્યો શખ્સ પણ બેઠેલો હોવાનું જણાવ્યું હતું. જે નંબર પરથી યશનું અપહરણ થયાનો ફોન આવ્યો હતો તે ટ્રેસ કરતા ગાંધીધામના એક છૂટક ફળફળાદિ વેંચતા વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું. પોલીસે તેની પણ પુછરપછ કરી પરંતુ તેના નામ પર કોઈ અન્ય વ્યક્તિ સીમકાર્ડ લઇ લીધું હોવાનું લાગ્યું,. ત્યારે હવે યશનો ફોન બંધ છે અને ખંડણી માટે જે નંબર પરથી ફોન આવ્યો તે પણ બંધ છે. આ મામલે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel