3 ફૂટના અબ્દુને મળી ગઈ તેની જીવન સાથી, સગાઈની તસવીરો થઇ વાયરલ, આ તારીખે કરશે લગ્ન ? શું સલમાન ખાન પણ આપશે લગ્નમાં હાજરી ?
Abdu Rozik Engagement : ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 16’થી ફેમસ થયેલા અબ્દુ રોજિકે સગાઈ કરી લીધી છે. અબ્દુએ ગુરુવારે સાંજે એક સારા સમાચાર શેર કર્યા. વીડિયો શેર કરીને તેણે કહ્યું છે કે તેને તેની જીવન સાથી મળી ગઈ છે, જે તેને ખૂબ માન આપે છે અને પ્રેમ કરે છે. અબ્દુએ તે વીંટી પણ બતાવી જે તેણે તેની ભાવિ પત્ની માટે ખરીદી હતી.
થોડા સમય પહેલા, અબ્દુએ તેની સગાઈની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેની ભાવિ દુલ્હન સફેદ બુરખામાં છે અને તે તેની સગાઈની વીંટી પહેરેલી જોવા મળી રહી છે. અબ્દુએ તેની સગાઈની તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે- અલહમદુલિલ્લાહ. આ તસવીરોમાં અબ્દુની દુલ્હન સફેદ રંગના બુરખામાં જોવા મળી રહી છે અને અબ્દુએ તેને તે જ વીંટી પહેરાવી છે જે તેણે લગ્નના ખુશખબર શેર કરતી વખતે વીડિયોમાં બતાવી હતી.
જો કે અબ્દુની આ તસવીરો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. કેટલાક લોકોએ પૂછ્યું છે કે શું હું એકલો જ છું જેને લાગે છે કે આ અબ્દુના આગામી પ્રોજેક્ટ સાથે સંબંધિત છે? અબ્દુને અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા છે. અબ્દુની ભાવિ પત્ની કેવી હશે તે જોવા માંગતા લોકોએ તસવીરો જોયા બાદ કોમેન્ટ પણ કરી છે. લોકોએ કહ્યું- અબ્દુને સારી છોકરી મળી છે.
View this post on Instagram
અબ્દુએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ખુલાસો કર્યો હતો. શરૂઆતમાં આ બધું મજાક કે ટીખળનો ભાગ હોય તેવું લાગ્યું. પરંતુ હવે સગાઈના ફોટાએ આ સમાચારને સાચા સાબિત કર્યા છે. પોસ્ટ શેર કરતી વખતે અબ્દુએ લખ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ કે કોઈ મને પણ પ્રેમ કરશે, જે મારું સન્માન કરશે અને મારા જીવનની સમસ્યાઓને બોજ નહીં સમજશે. આ સાથે અબ્દુએ તેના લગ્નની તારીખ પણ 7 જુલાઈ જણાવી હતી. હવે જોવાનું એ રહ્યું કે અબ્દુના લગ્નમાં કોણ હાજરી આપશે.