માં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી, વર્ષો પછી દીકરીને મળવા આવી અને જોયું તો દંગ રહી ગઈ

0
Advertisement

કોને ખબર હતી કે રશિયામાં એક ઘરમાં ત્યજી દેવાયેલી બાળકીને એક સ્ત્રી દત્તક લઇ લેશે અને પછી આ બાળકી દેશની સૌથી સુંદર અને પ્રશંસાપાત્ર છોકરી બની જશે. લગભગ 15 વર્ષ પહેલા રશિયાના યારોસ્લેવમાં એક માણસે એક ઘરમાંથી એક બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો. ત્યારે આ માણસને એવું લાગ્યું કે કદાચ આ તેના મગજનો વહેમ છે, પણ આવું કેટલાક દિવસો સુધી ચાલ્યું ત્યારે તેને પોલીસને આ વાતની જાણ કરી.

Image Source

પોલીસ જોઈને ચોંકી ઉઠી કારણે કે ત્યાં 1 વર્ષની બાળકી હતી. તેનાથી પણ વધુ ચોંકાવનારું તો એ હતું કે ઘરમાં રહેનારા લોકો ઘરનો બધો જ સમાન લઇ ગયા હતા પણ બાળકને મૂકીને ગયા હતા. આ દેખીતું જ હતું કે તેઓ બાળકીને ત્યજીને ગયા છે. આ પછી આ બાળકીને નબળી થઇ ગઈ હોવાના કારણે હોસ્પિટલ લઇ જવામાં આવી. આ બાળકીની ઓળખાણ લીઝા વેરબિટ્સકાયા તરીકે થઇ હતી. સ્વસ્થ થયા પછી લીઝાના માતાપિતાની ભાળ કશેથી પણ ન મળતા તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને અનાથાશ્રમ મોકલી દેવામાં આવી હતી.

Image Source

જયારે લીઝા હોસ્પિટલમાં હતી, ત્યારે ઇન્ના નિકા નામની એક મહિલા પોતાના દીકરાની સારવાર માટે હોસ્પિટલ આવતી ત્યારે તેને લીઝાને જોઈ હતી. નિકાનું હૃદય આ ત્યજી દેવાયેલી નાની બાળકીને જોઈને દ્રવી ઉઠ્યું હતું. નિકા રોજ લીસાની મુલાકાત લેતી અને તેને રોજ નવા રમકડાં આપતી કે તેના માટે ખાવાનું લાવતી. નિકાના બે દીકરાઓ હતા જેથી તેને ક્યારેય પણ કોઈને દત્તક લેવા વિશે વિચાર્યું ન હતું. ત્યારે એક દિવસ નિકાને ખબર મળી કે લિઝાને અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી છે ત્યારે તેને ભાન થયું કે લીઝા વિના નહિ રહી શકે. તો તેને તરત જ લિઝાને દત્તક લેવાની તૈયારી કરી લીધી. આ પછી લીઝા કાયદેસર નિકાની દત્તક લીધેલ દીકરી બની ગઈ.

Image Source

લિઝાને લાગેલા આઘાતને કારણે મોટા અવાજોથી ડર લાગતો હતો, પણ નિકાએ તેની જે રીતે દેખરેખ અને ઉછેર કર્યો, તે આજે એક અદભૂત નૃત્યાંગના અને મોડલ બની ચુકી છે. પોતાના ભાઈ કરતા જુદી દેખાવાના કારણે સ્કૂલમાં લોકો લિઝાને ખૂબ જ ચીઢવતા હતા, પણ નિકાના કારણે જ લિઝામાં આત્મવિશ્વાસ આવ્યો, અને મોટી થયા પછી હવે તે મોડલ બની ચુકી છે, અને ઘણા બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચુકી છે.

Image Source

હાયરે તે પ્રસિદ્ધ થઇ ત્યારે તેની સગી માતાએ તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ નિકાએ લિઝાને મળવા ન દીધી અને પછી તેની કોન્ટેક્ટ ડિટેલ્સ લિઝાને આપવામાં આવી. પણ હવે બધો જ આધાર લીઝા પર છે કે તેને કોની સાથે રહેવું. લીઝા હવે તેની સગી માતાનો ચહેરો પણ જોવા નથી માંગતી અને તે નિકાને જ પોતાની માતા માને છે. દરમ્યાન લિઝાએ ઘણા ટેલેન્ટ કોમ્પિટિશન અને બ્યુટી પેજન્ટ જીતી લીધા છે. તેને ટીન મોડલ તરીકે કામ પણ મળ્યું છે. નિકાના પ્રેમને કારણે એક બાળકીની જિંદગી બચી ગઈ. કેટલું અદભૂત છે કે પ્રેમ અને દેખભાળ કોઈના જીવનને કેટલી હદ સુધી બદલી શકે છે. અને ચમત્કાર સર્જી શકે છે!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here