ઢોલીવુડ મનોરંજન

પ્રતીક ગાંધીનું આ નવું સોન્ગ “અબ કે સાવન” જોયું ? એક અદ્ભૂત પ્રેમ કહાની, માત્ર થોડા જ શબ્દોમાં નિહાળી તમે પણ ખોવાઈ જશો

થોડા સમય પહેલા જ આવેલી વેબ સીરીઝી “સ્કેમ-1992″માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર પ્રતીક ગાંધીના અભિનયના આજે લાખો લોકો દીવાના બની ગયા છે. હવે તેનું એક નવું નક્કોર ગીત આવ્યું છે, આ ગીત પણ લોકોને દીવાના બનાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sachin Jigar (@sachinjigar)

ધંધામાં જોખમ ખેડનાર પ્રતીક ગાંધી હવે પ્રેમમાં પણ જોખમ ખેડતો જોવા મળી રહ્યો છે, આ ગીતનું નામ છે “અબ કે સાવન” ગુજરાતી અને હિન્દી શબ્દોના સમન્વય સાથે રજૂ થયેલું આ ગીત ખરેખર દિલની લાગણીઓને સ્પર્શી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

“અબ કે સાવન” ગીત પ્રેમના એક અલગ જ ભાવને પ્રવાહિત કરતું જોવા મળી રહ્યું છે. આ ગીત જોતા તમે પણ પ્રેમના વરસાદમાં સતત ભીંજાતા રહેશો, આ ગીતમાં રજૂ થતી ઘટનાઓ તમે પણ તમારા જીવનમાં જાણે અનુભવ કરતા હોય તેમ તમને પણ લાગશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Kansara (@esharkansara)

આ ગીતમાં અભિનેતા પ્રતીક ગાંધી સાથે અભિનેત્રી ઈશા કંસારા પણ જોવા મળી રહે છે. માત્ર બે જ પાત્રો દ્વારા રજૂ થયેલી આ પ્રેમ કહાની ઘણા દૃશ્યો આપણી આંખો સમક્ષ ખડા કરી આપે છે. ખુબ જ ઓછા શબ્દોમાં આ બંને પાત્રો આંખોથી દેખાઈને છેક હૈયા સુધી સોંસરવા ઉતરી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sachin Jigar (@sachinjigar)

આ ગીતમાં સંગીત આપ્યું છે પ્રખ્યાત સંગીતકાર સચિન જીગરે. સચિન જીગર ફરીવાર એ સાબિત કરવામાં સફળ રહ્યા છે કે તે પોતાના સંગીતના જાદુથી કોઈને પણ મંત્રમુગ્ધ કરી જ શકે છે. આ ગીતના શબ્દો લખ્યા છે ભાર્ગવ પુરોહિતે તો અવાજ આપ્યો છે મધુબતી બાગચી અને સચિન સંઘવીએ અને ગુંજન રેકોર્ડ્સ (વિદ્યા દેસાઈ અને મનન દેસાઈ) દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. તમે પણ નિહાળો આ ગીતને અને ખોવાઈ જાવ એક એવા પ્રવાસે જેમાં તમે પણ “અબ કે સાવન”માં તરબોળ બની જશો.