ડિવિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેતા ભાવુક થયો કોહલી, ડિવિલિયર્સે કહ્યું, “હું અડધો ભારતીય થઈ ગયો…..”

ક્રિકેટના ચાહકો માટે આજે દુઃખભરી ખબર આવી છે, વિશ્વના મહાન બેટ્સમેનમાં જેની ગણતરી કરવામાં આવે છે, અને આખા દેશમાં જે પોતાનું આગવું ફેન ફોલોઇંગ ધરાવે છે, એવા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો છે. હવે ડિવિલિયર્સ આઇપીએલમાં પણ જોવા નહીં મળે.

મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા એ.બી. ડિવિલિયર્સ એક દિવસીય ક્રિકેટમાંથી પહેલા જ દૂર ચાલી રહ્યો હતો,  પરંતુ હવે આઇપીએલમાં પણ તેમનો કમાલ જોવા નહીં મળે. ડિવિલિયર્સના સન્યાસ ઉપર આરસીબીના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની પણ ટ્વીટ આવી છે, વિરાટે તેના સાથી ડિવિલિયર્સને ભાવુક વિદાય આપી છે.

વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું કે, “અમારા સમયના સૌથી સુંદર પ્લેયર અને સૌથી પ્રેરણાદાયી માણસ એબી ડિવિલિયર્સે જે પણ કર્યું અને આરસીબીને જે પણ આપ્યું છે. અમારો સંબંધ રમતથી પણ આગળ છે અને હંમેશા રહેશે. વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે આ દિલ દુઃખવનારો નિર્ણય છે. પરંતુ મને ખબર છે તમે પોતે અને તમારા પરિવારને જોઈને આ નિર્ણય લીધો હશે. અંતમાં વિરાટે “આઈ લવ યુ” પણ લખ્યું છે. તેનો જવાબ આપતા ડિવિલિયર્સે “આઈ લવ યુ ટુ બ્રધર” લખ્યું હતું.

આ ઉપરાંત વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામમાં પણ એક ભાવુક પોસ્ટ અને એબી સાથેની એક તસવીર પણ શેર કરી છે, જેના ભાવુક કેપશનમાં વિરાટે લખ્યું છે, “તમે આરસીબીને બધું જ આપ્યું છે અને હું આને મારા દિલથી જાણું છું. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે જયજયકાર કરવાથી ચુકી જશે અને હું તમારી સાથે રમવાથી ચુકી જઈશ ભાઈ. હું તમને પ્રેમ કરું છું અને હંમેશા તમે મારા નંબર 1 પ્રસંશક રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


આરસીબીના ટ્વીટર હેન્ડલ ઉપર રજૂ કરવામાં આવેલા વીડિયોમાં ડિવિલિયર્સે કહ્યું છે કે, “મેં આરસીબીની સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો. 11 વર્ષ આમ જ પસાર થઇ ગયા અને છોકરાઓને છોડીને જવાનું સારું નથી લાગી રહ્યું. આ નિર્ણયમાં ઘણો વધારે સમય લાગ્યો, પરંતુ સમજી વિચારીને મેં નિવૃત્ત થઈને મારા પરિવાર સાથે સમય વિતાવવાનો નિર્ણય કર્યો. હું આરસીબી મેનેજમેન્ટ, મિત્ર વિરાટ કોહલી, ટીમમેટ્સ, કોચ, સપોર્ટ સ્ટાફ, ફેન્સ અને આખા આરસીબી પરિવારનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છુ.”


જો કે ડિવિલિયર્સે પોતાના સંદેશમાં એમ પણ કહ્યું છે કે તે આગળ પણ આરસીબીની સાથે રહેશે અને ચાહકો માટે હંમેશા હાજર રહેશે. એબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું નામ તો હતા જ પરંતુ આઇપીએલના કારણે તે ભારતમાં પણ એક મોટા સિતારા બની ગયા.

 

 

आपने आरसीबी को सब कुछ दिया है और मैं इसे अपने दिल में जानता हूं। इस फ्रेंचाइजी और मेरे लिए आपके क्या मायने हैं, इसे शब्दों में बयां नहीं किया जा सकता। चिन्नास्वामी स्टेडियम आपके लिए जयकार करने से चूक जाएगा और मैं आपके साथ खेलने से चूक जाऊंगा मेरे भाई। मैं तुमसे प्यार करता हूं और हमेशा तुम्हारा नंबर 1 प्रशंसक रहूंगा।

Niraj Patel