આયુષીની ગોળી મારીને હત્યા કરી લાશ ઠેકાણે લગાડ્યા બાદ નશાની હાલતમાં ફરી રહ્યો હતો તેનો હત્યારો બાપ, પોલીસે પકડ્યો તો બોલ્યો “બિયર પીવડાવો…”

પોલીસે પકડ્યો તો બોલ્યો “મને બિયર પીવડાવો…પછી જ ” દીકરીની ખરાબ કરતૂત પર પિતાએ કર્યો નવો ખુલાસો

દેશભરમાં શ્રદ્ધા હત્યાકાંડ અને આયુષી હત્યાકાંડ સતત ચર્ચામાં છે. શ્રદ્ધાની જ્યાં તેની સાથે લિવ ઇનમાં રહેતા પ્રેમી આફતાબે હત્યા કરી નાખી તો બીજી તરફ દીકરીના પ્રેમ લગ્નથી નારાજ આયુષીના પિતાએ જ તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આયુષીના પિતા નિતેશ યાદવને દીકરીની હત્યાનો જરા પણ અફસોસ નથી થઇ રહ્યો. હત્યા કરીને લાશ ઠેકાણે લગાડ્યા બાદ તે એમસીડી ચૂંટણીના પ્રચારમાં નશાની હાલતમાં ફરતો રહ્યો.

જયારે મથુરા પોલીસ 20 નવેમ્બરના રોજ આયુષીના દિલ્હી બદરપુરમાં આવેલા ઘરે હત્યારા આરોપી તેના પિતા નિતેશ યાદવને ઘર પાર પકડવા માટે પહોંચી ત્યારે નહોતો મળ્યો.તે જ દિવસે તેને સ્વોટ ટીમે રાજનીતિક દળના ચૂંટણી કાર્યાલયથી ઉઠાવી લીધો હતો. આ દરમિયાન નિતેશ યાદવ નશાની હાલતમાં હતો. જયારે તેને ટીમ આયુષીની લાશની ઓળખ કરવા માટે મથુરા લઈને જવા માટે નીકળી તો રસ્તામાં તેને બિયર પીવડાવાની શરત રાખી.

જેના બાદ પોલીસે તેની ઈચ્છા પૂર્ણ કરી અને પછી તે પોલીસને ગોળ ગોળ ફેરવતો રહ્યો. આખરે રાત્રે 11:30 કલાકે પોલીસે કડકાઈ દાખવી ત્યારે તે તૂટી ગયો અને તેને આયુષીની હત્યા કરવાની વાત સ્વીકારી લીધી. નિતેશ નશામાં ધૂત હોવાના કારણે તેને અલગ ગાડીમાં બેસાડવામાં આવ્યો અને આયુષીની મમ્મી તેમજ ભાઈને બીજી ગાડીમાં બેસાડીને પોસ્ટમોર્ટમ ગૃહ લાવવામાં આવ્યાહતા . પોલીસે આ સમગ્ર મામલો ફક્ત 48 કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો.

પોલીસ પુછપરછમાં નિતેશ યાદવે જણાવ્યું કે આયુષીએ લગભગ એક વર્ષ પહેલા તેમને જણાવ્યા વગર જ છત્રપાલ ગુર્જર નામના યુવક સાથે આર્ય સમાજમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. તે તેને છુપાઈ છુપાઈને મળતી હતી. ના પાડવા છતાં પણ તે ના ના માની આ કારણે તમેની બદનામી પણ થઇ રહી હતી. આ કારણને લઈને જ નિતેશે આયુષીની હત્યા કરી નાખી હતી અને તેની લાશને પત્ની સાથે બેગમાં પેક કરીને રસ્તામાં નાખી દીધી. પોલીસે આયુષીના પિતા અને તેની માતાની ધપરકડ કરી લીધી છે.

Niraj Patel